સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બાન્ચ દ્રારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જ્યારે આરોપીના રહેણાંક મકાનની અંદર તપાસ હાથ ધરી હતી પરંતુ આરોપી ઘરથી નિકળી ગયો હતો અને આરોપી મળી વીડ વિસ્તારમાં બાવળાના આશ્રયમા છુપાયેલો હતો જાણકારી મળતા તેને તુરંત પકડી પાડી આરોપીને મેડીકલ ચેક અને વૈજ્ઞાનિક ઢંબે તપાસ હાથ ધરી છે અને આરોપીને કોટૅમા રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીનુ નામ વિજયરાય રસીદરાય ભુરીયા હોવાનુ સામે આવ્યું છે, જ્યારે આરોપી ઘણા સમયથી સાયલામાં રહેતો હતો અને છુટક મજૂરી કરતો હતો. આરોપી બાળકીના ઘરની બાજુમાં જ રહેતો હતો.