ETV Bharat / state

Surendranagar Crime : ધ્રાંગધ્રામાં પીએસઆઈ દારુના નશામાં ધૂત પકડાયાં, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

author img

By

Published : Jul 3, 2023, 9:04 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પીએસઆઈ દારુના નશામાં ઝૂમતાં પકડાયાં છે. ત્યારે દારુબંધી કાયદાના લીરેલીરા ઉડાવનારા પોલીસ અધિકારી પીએસઆઇ વિરુદ્ધ પીઆઈની સૂચનાથી પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.

Surendranagar Crime : ધ્રાંગધ્રામાં પીએસઆઈ દારુના નશામાં ધૂત પકડાયાં, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
Surendranagar Crime : ધ્રાંગધ્રામાં પીએસઆઈ દારુના નશામાં ધૂત પકડાયાં, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પીએસઆઇ વી બી વસાવા દારૂના નશામાં ધૂત જોવા મળતાં તાલુકા પીઆઇ દ્વારા પ્રોહિબિશનનો ગુનો પીએસઆઇ વી બી વસાવા વિરૂદ્ધ નોંધાવવામાં આવ્યો હતો.

નશામાં ધૂત પીએસઆઇ વિરુદ્ધ કાર્યવાહી : સુરેન્દ્રનગર જિલ્લામાં આ કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. આ વાતની પુષ્ટિ આ ઘટનામાં મળી રહે છે. દારુબંધીના કાયદાનો ચુસ્ત અમલની જવાબદારી જ જેમના શિરે હોય તેવા અધિકારી કક્ષાના કર્મચારી પોતે જ પ્રોહિબિશન એક્ટના ગુનામાં ઘેરાય ત્યારે પોલીસ વિભાગમાં ચકચારનું કારણ પણ બન્યાં હતાં. આ મામલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ હતી અને નશામાં ધૂત પીએસઆઇ વિરુદ્ધ કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ફરજ દરમિયાન પીએસઆઇ કોઈ કેફી પદાર્થ પીણું પીધા હોવાનું જણાઇ આવતા તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે...જે. ડી. પુરોહિત DYSP ધ્રાંગધ્રા ડિવિઝન

ક્યાં ફરજ બજાવે છે પીએસઆઈ : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પીએસઆઇ વી બી વસાવા કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં જણાઇ આવ્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં દારૂ પીધેલી હાલતમાં હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

પીએસઆઇ વિરુદ્ધ પ્રોહિબિશન ગુનો : પીએસઆઇ વી બી વસાવા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં લથડીયાં ખાતાં અને દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યાં હતાં. આ હકીકત પીઆઈને અન્ય પોલીસકર્મી દ્વારા જાણવા મળતા તેઓએ પીએસઆઇ વિરુદ્ધ પ્રોહિબિશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દારૂબંધીના લીરેલીરા : ધ્રાંગધ્રા તાલુકાના પીએસઆઇ વી બી વસાવા લથડતી જીભ અને આંખોમાં પણ દારૂ પીધો હોવાનું જણાઈ આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ પીઆઇને કરવામાં આવી હતી. જેને લઇને પીઆઇની સૂચના મુજબ કાયદેેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસમથકમાં એફઆઈઆર નોંધાઇ હતી. પ્રજાની રક્ષા અને સુરક્ષા કરતા પોલીસ અધિકારી જ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતા દારૂબંધીના લીરેલીરા ઉડતાં જોવા મળ્યા હતાં.

  1. Ahmedabad Crime: ગીતામંદિર બસ સ્ટેશનમાં નશામાં ધૂત શખ્સે પોલીસ ચોકીમાં કરી તોડફોડ, મુસાફરોને માર્યા, ઘટના CCTVમાં કેદ
  2. Rajkot Civil Hospital : રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો
  3. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર, નશામાં ધૂત શિક્ષકનો વિડીયો બહાર આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.