ETV Bharat / state

Surendranagar Crime : ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન મામલે હત્યા, બે ભાઈના મોતના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો - હત્યા

સુરેન્દ્રનગરના સમઢીયાળામાં ગામે જમીન બાબતે પરિવાર ઉપર ટોળાંમાં આવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે આ બનેલી ઘટનામાં બે સગા ભાઈઓના મોતની ઘટના બની હતી.જેને પગલે વાતાવરણમાં તંગદિલી ફેલાઇ છે.

Surendranagar Crime : ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન મામલે હત્યા, બે ભાઈના મોતના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

author img

By

Published : Jul 13, 2023, 10:21 PM IST

પરિવાર ઉપર ટોળાંમાં આવીને હુમલો કરાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન ખેડતા પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે 10 થી 15 જેટલા લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે આ બનેલી ઘટનામાં બે સગા ભાઈઓના મોત નીપજતાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાભરમાં તંગદિલીભર્યું વાતાવરણ ઊભું થયું છે. સુરેન્દ્રનગર શહેરની સી.યું. મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં બંને સગા ભાઈઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

જમીન મામલે જૂથ અથડામણ : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાલે સાંજે 5:00 વાગ્યાના અરસામાં સમઢીયાળા ગામની સીમમાં આવેલા માલિકીના ખેતરમાં ખેતર ખેડી રહેલા પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદથી પરિવાર પોતાના ખેતરે આવ્યો હતો અને બહારથી દાળિયા બોલાવી અને ખેતી કામ કરાવી રહ્યો હતો તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મહિલાઓ તથા પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચતા સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. પરંતુ સામાન્ય સારવાર બાદ બે સગા ભાઈઓના મોત નીપજવા પામ્યા છે

બે ભાઈનું મોત : હત્યામાં પરિણમેલા આ કેસમાં અલજીભાઈ પરમાર અને મનજીભાઈ પરમાર નામના બે ભાઈનું મોત નીપજવા પામ્યું છે. ઘટનાને લઇ ગુજરાત રાજ્યમાંથી અનુસૂચિત સમાજના આગેવાનો અગ્રણીઓ સુરેન્દ્રનગર ખાતે એકત્રિત થયા છે અને આ મુદ્દે ન્યાયની માંગણી કરી રહ્યા છે કે હાલની પરિસ્થિતિ મુજબ જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

નૌશાદ સોલંકી દોડી આવ્યાં : ત્યારે પીએમ રૂમ આવેલો છે સિવિલ હોસ્પિટલમાં ત્યાં પણ ઘેરાવ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દોડી આવી અને પીએમ રૂમ બાદ ઘેરાવ કરવામાં આવ્યો છે. પેનલ પીએમ તથા વિડીયોગ્રાફી સાથે મૃતકોની ડેડ બોડીનું પીએમ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જ્યાં સુધી તંત્ર આ મામલે ખાતરી નહીં આપે ત્યાં સુધી પીએમ રૂમમાંથી ડેડબોડી બહાર કાઢવા દેવામાં નહીં આવે તેવું નવસાદ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ મુદ્દે નૌશાદ સોલંકી બેસી ગયા છે.

સમાજમાં રોષ ફેલાયો : ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જે ઘટના બની છે આ ઘટનામાં 10થી 15 લોકો દ્વારા ખેતર ખેડી રહેલા અમદાવાદના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાને લઇ અને બે સગા ભાઈઓના મોત નીપજવા પામ્યા છે અન્ય મહિલાઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે આ મુદ્દે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ ઘટનાને 24 કલાક થયા છતાં પણ હજુ હત્યારાઓ ઝડપાયા નથી ત્યારે આ મુદ્દે સમાજમાં રોષ ફેલાયો છે અને જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકાર કરવામાં નહીં આવે તેવું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અનુસૂચિત જાતિના આગેવાનો તેમજ અગ્રણીઓ ગાંધી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે.

ગાંધી હોસ્પિટલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત : હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અન્ય બનાવ ન બને તે પ્રકારે પૂરતો ખયાલ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે બે સગા ભાઈઓના મોત બાદ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી ગાંધી હોસ્પિટલ ખાતે દોડી ગયા છે અને જ્યાં પેનલ પીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાવવાનું છે ત્યાં વિડીયોગ્રાફી સાથે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમ સાથે પીએમ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે પરંતુ આ માંગણી ડોક્ટર ટીમ દ્વારા સ્વીકાર કરવામાં ન આવતા સુરેન્દ્રનગરનો જે પીએમ રૂમ આવેલો છે ત્યાં જ નવસાદ સોલંકી બેસી ગયા છે જ્યાં સુધી ડોક્ટરો ખાતરી નહીં આપે કે વિડીયોગ્રાફી સાથે પીએમ કરશે ત્યાં સુધી લાશોને બહાર કાઢવા દેવામાં નહીં આવે તેવું પૂર્વ ધારાસભ્ય જણાવ્યું છે આ મુદ્દે નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

કેસની તપાસ માટે સીટની રચના, સ્પેશિયલ વકીલની નિમણુક કરવામાં આવશે. ફરજ પર બેદરકારી દાખવનાર ચુડા તત્કાલીન પીએસઆઈ જે.બી.મીઠાપરા અને હાલના ચુડા મહિલા પીએસઆઈ ટી.જે.ગોહિલને સસ્પેન્ડ કરાયા છે. હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોને ન્યાય આપવાની ખાતરી આપી છે. અલગ અલગ ટીમો બનાવી ખૂબ જ ઝડપથી તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. અશોકકુમાર યાદવ (રાજકોટ રેન્જ આઇજી)

પૂર્વઆયોજિત હુમલો : હુમલાખોરોએ હુમલા દરમિયાન ગાડીઓ સીસીટીવી કેમેરા તથા અન્ય પણ નુકસાન પહોંચાડ્યું હતું.. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે બનેલી ઘટનામાં અમદાવાદથી જે સમઢીયાળા ગામે આવેલી જમીન છે તે ખેડવા માટે પરિવાર આવ્યો હતો બહારથી દાળિયા બોલાવી અને જમીન ખેડાવતા હતા તે દરમિયાન ૧૦ થી ૧૫ લોકો અચાનક ઘસી આવી અને હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલા ના પગલે બે સગા ભાઈઓના મોત થઈ ગયા છે ત્યારે હુમલાખોરો દ્વારા ગાડીઓ સીસીટીવી કેમેરાઓ તથા વાડી વિસ્તારમાં આવેલા અન્ય વસ્તુને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ખાસ કરીને હથિયારો સાથે આવેલા આ ટોળાએ ગાડીઓ તથા અન્ય નુકસાન પહોંચાડ્યું છે હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે પરિવાર ના અન્ય કેટલાક લોકોને પણ ઇજાઓ પહોંચી છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

જમીનનો વિવાદ શું હતો : સમઢીયાળા ગામે બે હત્યાનો બનાવમાં બંને સગા ભાઈઓના મોત નીપજવા પામ્યા છે. આલજીભાઈ અને મનજીભાઈનો પરિવાર અમદાવાદ ખાતે વસવાટ કરતો હોઇ 70 થી 80 વર્ષ પહેલા તેમના પૂર્વજો દ્વારા એક જમીન લેવામાં આવી હતી. આ જમીનનો કેસ કલેકટર તેમજ મામલતદાર સમક્ષ ચાલી ગયો હતો અને લાલજીભાઈ અને મનજીભાઈનો પરિવાર આ કેસ જીતી ગયો હતો. તેમના કબજામાં જ આ જમીન હતી. પરંતુ સામા પક્ષના લોકો દ્વારા આ જમીન તેમની હોવાનું કહી અને વારંવાર પરિવારને હેરાન કરવામાં આવતો હતો તેવું પરિવારજનો જણાવી રહ્યા છે. ત્યારે કાલે પણ સવારે તંત્ર સમક્ષ જે લાલજીભાઈનો પરિવાર છે તેમના દ્વારા તંત્ર પાસે સલામતી માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મુદ્દે સાંજે આ પ્રકારની ઘટના બની છે ને સગા ભાઈઓના મોત નીપજવા પામ્યા છે.

  1. Surat Crime : માંગરોળમાં પ્રાથમિક શાળાના રૂમમાં સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી
  2. Vadodara News: માતાએ બે પુત્રીની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો, આર્થિક તંગીને કારણે બંને દીકરીઓેને ઝેર આપ્યું
  3. Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.