સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું છે કે, જિલ્લામાં તમામ ખાનગી ફોરવીલ કાર કે ખાનગી વાહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગવાયો છે. તેમજ બાઈક પર જરૂરી ચીજવસ્તુઓ માટે એક જ વ્યકિત બહાર નિકળી શકશે.
જિલ્લા કલેક્ટર કે.રાજેશે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યકિત આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વાહન પણ ડિટેઈન કરવામાં આવશે અને દંડ આરટીઓ કચેરી ખાતે પણ ભરી શકશે નહી. તેથી તમામ લોકોને જણાવ્યું હતું કે, શુક્રવાર મધરાત્રીથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. કલેક્ટર અને મામલતદારએ ઈસ્યુ કરેલ જ માત્ર પાસ માન્ય રહેશે. તેમજ રૂમાલ અને માસ્ક પહેરવુ ફરજિયાત છે.