ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ કેસમાં 6 આરોપીની ધરપકડ, 4 આરોપી ફરાર - crime news

સુરેન્દ્રનગરઃ શહેરમાં જવાહર ચોકમાં ઘુઘરાના દુકાનદારે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે દુકાનદારના પત્નીએ ચાર શખ્સો સામે આત્મહત્યા કરવા માટે મજબુર કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મુદ્દે તપાસ કરતા 10 લોકોના નામ બહાર આવ્યા હતા. જેમાં 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 4ની શોધખોળ ચાલુ છે.

honeytrap case
author img

By

Published : Sep 2, 2019, 7:38 PM IST

સુરેન્દ્રનગરમાં જેલ ચોકમાં રહેતા કનકસિંહ મકવાણા શહેરના જવાહર ચોકમા ઘુઘરાની દુકાન ચલાવતા હતા. ગત્ 23 ઓગસ્ટના રોજ કનકસિંહે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ બાબતે પરિવારજનોને શંકા જતા મૃતકના પત્નીએ 31 ઓગષ્ટના રોજ પોલીસમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના પતિને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. જેથી સુરેન્દ્રનગર સીટી-એ ડીવીઝન પોલીસ દ્રારા તપાસ કરવામાં આવતા એક મહીલા દ્વારા ઘુઘરાનો ઓડૅર આપવાના બહાને શહેરમાં જ આવેલ એક મકાનમાં મૃતકને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને બિભત્સ વીડિયો ક્લિપ ઉતારી ત્રણ શખ્સો દ્રારા માર મારી 20 હજારની રોકડ રકમ લુંટી વધુ 20 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં 10 લાખ આપવાનુ નકકી કરાયું હતું.

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ કેસમાં 6 આરોપીની ધરપકડ, 4 આરોપી ફરાર

તેમ છતાં આરોપીઓ દુકાન નજીક આંટા ફેરા મારી કનકસિંહને રોજ ધમકી આપી બીજા 10 લાખની માંગણી કરી રહ્યા હતા. આ ત્રાસથી કંટાળી અને વધુ પૈસા ન હોવાથી દુકાનદારે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં કુલ 10 વ્યક્તિના નામ બહાર આવ્યા છે. ત્યારે પોલીસ દ્રારા ગણતરીના કલાકમાં જ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં 2 મહિલા અને 4 પરુષ છે. તેમજ વધુ 4 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી મુદ્દામાલ અને રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલુ છે.

Intro:Body:Gj_Snr_Hani Trep_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : ડેક્કસ (ધવલ સર)

સુરેન્દ્રનગર શહેરમાં જેલ ચોક પાસે રહેતા અને જવાહર ચોકમાં આવેલ ધુધરાની દુકાનદારે ગળેફાસો ખાઈ આપધાત કરી લીધો હતો જેમા દુકાન દ્રારા ના પત્નિએ ચાર શખ્સો સામે આત્મહત્યા કરવા મજબુર કયૉની ફરિયાદ નોધાવી.
સુરેન્દ્રનગર શહેરમાં જેલ ચોકમા રહેતા કનકસિહ ઉફે રામભાઈ રધુવીરસિહ મકવાણા તેમજ સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોકમા ધુધરાના દુકાનદારે ગત તા 23ઓગસ્ટ ના રોજ પોતાના ધરે જ ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જે બનાવ બાબતે તેઓના પરિવાર જનોએ શંકા ય્યકત કરી કે તેઓને હનીટ્રેપમા ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરેલ હોઈ શકે છે જે અંગે તેઓના પત્નિએ તા31ઓગસ્ટના રોજ 4શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવેલ જે અંગેએ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ દ્રારા આગવી ઢબે તપાસ કરતા જે તપાસ મા એક મહીલા દ્દારા તેઓને ધુધરાનો ઓડૅર આપવાના બાહને સુરેન્દ્રનગર એક મકાનમાં બોલાવી તેઓની બિભત્સ વિડીયો કીલપ ઉતારી ત્રણ શોખ્સો દ્રારા ત્યા જઈને માર મારીને 20હજાર જેટલી રોકડ રકમ કાઢી લઈને 20લાખની માગણી કરતા 10લાખ આપવાનુ નકકી કરયુ હતુ તેમ છતા આરોપીઓ દ્રારા દુકાન નજીક જઈને આટા ફેરા મારતા તેમજ ધમકી આપી બીજા 10 લાખની માગણી કરી હતી તેમજ પૈસા ન હોવાને પોતાના ધરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. તે આપધાત બાદ પત્ની એ ફરિયાદ નોધાવતા આ પ્રકરણ મા કૂલ 10યકિતના નામ ખુલવા પામ્યા છે ત્યારે પોલીસ દ્રારા ગણતરી ના કલાકમાં જ 6આરોપી ને પોલીસે પકડી પાડયા છે જેમા બે મહીલા 4 પુરુષ છે તેમજ 4લોકોની શોધખોળ ચાલુ છે.તેમજ જે આરોપી પકડયા છે તેઓની પાસેથી મુદામાલ કબજે તેમજ રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલુ છે.તેમજ આ બાબતે સુરેન્દ્રનગર ઈન્ચાર્જ પીઆઈ જે.એચ.ડેલાએ જણાવ્યું હતુ કે આરોપીઓ ને 10 લાખ આપી દીધા હતા એટલે તેઓને લાલચ જાગી કે હજુ પણ વધારે પૈસા ધુધરાવાળા પાસેથી નીકળશે એટલે વારંવાર હેરાન કરી દુકાન નજીક આટા ફેરા મારી ધમકી આપતા હતા તેમજ કલીપ પણ વાતરલની ધમકી આપતા હતા અને બીજા 10લાખની માગણી કરી હતી.જે ભોગબનારે પોતાની પાસે પૈસા ન હોવાને કારણે સમાજમાં આબરૂ બચાવવાને કાલણે પોતે આત્મ હત્યા કરી લીધી હતી.તેમજ આ સમાજ માટે લાલબતી સમાન કિસ્સો છે તેમજ આવા ય્યકિત હજુ પણ ભોગ બન્યા હોઈ શકે છેલોકોએ પોતાની સમાજમા આબરૂ જવાને કારણે ફરિયાદ માટે આગળ નથી આવતા ત્યારે પોલીસ દ્રારા પણ આવા ભોગબનાર લોકોને આગળ આવવા અપીલ કરી છે.ત્યારે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ ની સખત મહેનત કારણે આ હનીટ્રેપ મા ફસાવનાર 6લોકોને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

બાઈટ.
1. જે.એચ.ડેલા
(ઈન્ચાર્જ પીઆઈ એ .ડીવીઝન.સુરેન્દ્રનગર)

કનકસિંહ મકવાણા (મ્રુતકનો ફોટો) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.