લાફો મારનાર તરૂણ ગજ્જર કડીના જેસલપુરનો રહેવાસી છે. કોંગ્રેસ નેતા હાર્દિક આજે સવારે વઢવાણના બદલાણામાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તરૂણ ગજ્જરે ચાલુ સંબોધિત દરમિયાન લાફો મારી દીધો છે. હાર્દિકને લાફો માર્યા બાદ તરૂણ ગજ્જરને લોકોએ ઢોર માર માર્યો હતો. તરૂણ ગજ્જરના ભાજપના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. હાર્દિકને લાફો મારનાર તરૂણ ગજજર ભાજપનો હોવાની આંશકા છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલા કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા ભાજપનું ષડયંત્ર છે. હાર્દિકે પટેલે લાફાનો જવાબ જનતા 23મેએ ભાજપને આપશે.
હાર્દિકને લાફો મારવા મુદ્દે તરૂણ ગજ્જરે કહ્યું કે, હુ જાતે આવ્યું છુ અને કડીના જેસલપુરનો રહેવાસી છુ.