ETV Bharat / state

બુરી નજર વાલે તેરા મુહ કાલા : મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યો કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને જવાબ - સી. આર. પાટીલ

આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી માટે લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઇ ચૂક્યા છે. ત્યારે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા માટે પ્રચાર કરવા જાહેર સભા સંબોધી હતી. આ જાહેર સભામાં મુખ્યરૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
author img

By

Published : Oct 28, 2020, 6:29 PM IST

Updated : Oct 28, 2020, 8:23 PM IST

  • લીંબડી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર સભા યોજી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
  • ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા હાંકલ કરી

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે લીંબડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં લીંબડી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર સભા યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા હાંકલ કરી હતી.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર

કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે આપ્યું હતું રાજીનામું

સમગ્ર રાજ્યમાં ૮ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે લીંબડી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામું આપતા લીંબડી બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

કિરીટસિંહ રાણાની કાંટાની ટક્કર ચેતન ખાચર

આગામી ૦૩ નવેમ્બરના રોજ લીંબડી બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે લીંબડી બેઠક પર ભાજપ દ્વારા ફરી કિરીટસિંહ રાણા અને કોંગ્રેસ દ્વારા ચેતન ખાચરને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પ્રચાર અભિયાન વેગવંતું બન્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના પ્રચાર અર્થે લીંબડી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
લીંબડી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર સભા યોજી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ‌ ઉપસ્થિત રહ્યા

આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ‌ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે વાતો કરી કોંગ્રેસ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને મત આપી જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.

બુરી નજર વાલે તેરા મુહ કાલા : મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યો કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને જવાબ

મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર

આ જાહેર સભામાં સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ,‌ શંકરભાઈ વેગડ, દેવજી ફતેપરા‌ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો ‌અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Last Updated : Oct 28, 2020, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.