સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં મહોરમના પર્વ નિમિત્તે તાજ્યાના જુલુસ દરમિયાન સામાજિક વૈમનસ્ય ફેલાય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેના ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગરમાં મોહરમ દરમ્યાન '15 મિનિટ કે લિયે પોલીસ કો હટા દો ફિર દેખો....' તેવો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જોકે પોલીસે આ મામલે ચાર લોકોની તાત્કાલિક ધરપકડ કરી છે.
વરઘોડો કાઢી અને માફી મંગાવી: બે સમાજ વચ્ચે ફેલાય અને શાંતિનો ભંગ થાય તેમ હોવાથી વીડિયોમાં દેખાતા ચાર શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે 15 મિનિટમાં જ ઝડપી પાડી પોલીસે ચારેય શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય માર્ગ પર તેનો વરઘોડો કાઢી અને માફી મંગાવવામાં આવી હતી.
'જુલુસ દરમ્યાન તેઓ '15 મિનિટ પોલીસ કોટા દો હમ દેખ લેંગે...' ના લખાણ લખેલા બેનરો પ્રિન્ટ કઢાવીને લાવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. શાંતિ ભંગ ન થાય તે માટે પોલીસે દ્વારા કાર્યવાહી કરી છે.' -એચપી દોશી, ઇન્ચાર્જ પોલીસ વડા
ચાર ઈસમોની ધરપકડ: આ વીડિયોને લઇ રાજકોટ કુમાર અને જિલ્લા પોલીસ વડા એચપી દોશીએ કાર્યવાહીની સુચના આપી હતી. આ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી એસઓજી અને સીટી પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ તેમજ સાયબરની મદદથી 29/7/2023 નો હોવાનું ખુલ્યો પામ્યું હતું. આથી 15 મિનિટના સમયગાળામાં જ પોલીસે રતનપર રહેતા આરીફ ભાઈ જુસબભાઇ મોર, રેહનભાઈ રહેમતુલા મોગલ, બજાણા ના માહી ભાઈ અતુલભાઇ સમા અકબરભાઈ અલુભાઈ રતનપર સહિતના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મુખ્ય માર્ગ ઉપર સરઘસ: આરોપીઓનું શહેરના મુખ્ય માર્ગ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ચારેય શખ્સોને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી અને હાથ જોડી આરોપીઓએ માફી માગી હતી. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વિ.વી. ત્રિવેદી પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એમ જાડેજા, પી.એસ.આઇ.પી.બી. જાડેજા તેમજ ટેકનીકલ પીએસઆઇ એ.એસ. નાયર સહિતની એલસીબી, એ ડિવિઝન અને જોરાવરનગર પોલીસ ટીમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી એડિશન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.