વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક મજબૂત સરકાર બનાવવાની છે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કૌભાંડ કરવામાં આવ્યું નથી. દેશને વધુ મજબૂત બનાવવા માટે તમે બધા મને સાથ અને સહકાર આપો અને ગુજરાતમાં બધી બેઠક ઉપર કમળને વિજયી બનાવો. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી મળતા થયા છે અને સાથે ખેડૂતો પણ સારો પાક વાવણી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પ્રધાન કુંવરજીભાઇ, વાસણભાઈ આહીર, શંભુ પ્રસાદ, રમણલાલ વોરા, આઈ. કે. જાડેજા, ભરત પંડયા તેમજ જિલ્લાના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેન્દ્ર મુંજપરા, મોહન કુંડારિયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.