- રેમડેસીવીર ઇન્જેક્શન મામલે દર્દીઓએ કર્યો હોબાળો
- પરિવારજનોમાં જોવા મળ્યો રોષ
- દર્દીઓને જે તે હોસ્પિટલમાં જ ઇન્જેક્શન આપવામાં આવશે
સુરેન્દ્રનગર : શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન મામલે દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. શહેરની મહાત્મા ગાંધી સરકારી કોવિડ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની નવી વિતરણ વ્યવસ્થાને કારણે દર્દીઓમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂને લઈને વેપારીઓમાં રોષ
ઇન્જેક્શન માટે દર્દીઓના પરિવારજનોની લાંબી કતારો
લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ દર્દીના પરિવારજનોને રેમડેસીવિર ઇન્જેક્શન આપવામાં ન આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે દર્દીઓના પરિવારજનોની લાંબી કતારો લાગી હોવા છતાં ઇન્જેક્શન ન આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વહીવટી તંત્રની નવી સૂચના મુજબ કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જે તે હોસ્પિટલમાં જ ઇન્જેક્શન આપવામાં આવશે.
આ પણ વાંચો: ખેડાના મહુધામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં રોષ
- ખેડા જિલ્લાના મહુધા નગરમાં આવેલી હોસ્પિટલ દ્વારા જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. કોરોના મહામારીમાં આવી બેદરકારી બદલ હોસ્પિટલ સામે યોગ્ય પગલા લેવાની માગ કરવામાં આવી રહી છે.