સુરેન્દ્રનગરઃ શિક્ષણ પ્રધાને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજનો પંચામૃત કાર્યક્રમએ ગુણાત્મક અને ભાવનાત્મક છે, આવા કાર્યક્રમોથી સમાજમાં એક હકારાત્મક વાતાવરણ ઉદભવે છે. વધુમાં તેમણે શિક્ષણ ક્ષેત્રની સિદ્ધીઓ વર્ણવતા ઉમેર્યુ હતું કે, છેલ્લા ત્રણ વર્ષની અંદર 1.50 લાખથી વધારે વિદ્યાર્થીઓએ તબક્કાવાર ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આજે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાં આવે છે.
સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને પંચામૃત કાર્યક્રમ યોજાયો - gujarat education minister
સુરેન્દ્રનગર સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ડાયટેશ્વર મહાદેવની સ્થાપના, સુરેન્દ્રનગર જિલ્લાના વીર શહિદોની સ્મુતિમાં અમર જવાન શદીહ સ્મારકનું અનાવરણ, ડાયેટના જુદા જુદા વર્ગખંડોનું નામકરણ, ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓનું સ્નેહમિલન અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું સન્માન સહિતનો પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો.