સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સાયલા હાઇવે પર બાળકીનો મૃતદેહ મળવા મામલે પોલીસ ચોકવનાર ખુલાસો કર્યો છે. જેમાં હાઇવે પરથી ડોઢ વર્ષીય બાળકીનો મૃતદેહ અંગે તપાસ કરતા પોલીસે બાળકીના માતા પિતાની કરી અટકાયત અને પુછપરછ બાળકીના માતા અને પિતા એ જ આવેશમાં આવી જઈ અને બાળકીને મારી અને તેનો મૃતદેહ ફેકી દિધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં માતા પિતાએ જ બાળકીને મારી નાખ્યાની કબુલાત કરી છે.
પોલીસ ફરિયાદ દાખલ: માતા પિતા આર્થિક સંકડામણ અને માનસીક સ્થિતિ સારી ન હોઇ બાળકીને મારી નાખી દીધાની કબૂલાત કરી હતી. બાળકીના માતા-પિતા ચુડા તાલુકાના કોરડા ગામના હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી મળી છે. બાળકીના માતા પિતાને અન્ય ચાર પુત્રી પણ હોવાની માહિતી પણ સામે આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલાને સમજી વિચારીને ફરિયાદ કરવામાં આવી છે.
માવતર જ કમાવતાર થયા: માતા પિતા અને પુત્રી ત્રણેય મોટરસાયકલ ઉપર જતા હતા. તે દરમિયાન મોટરસાયકલ સ્લીપ થઈ જતા પુત્રી અને પિતા બંને નીચે પછડાયા હતા. પિતાના મગજ ઉપર કાબુ નહીં રહેતા બોલી ઉઠ્યા કે આ પુત્રી અપશુકનિયાળ છે. જેથી પુત્રીને લઈને ગળું દબાવીને માર મારીને તેઓ ત્યાંથી લઈને સાયલા પાસે એક પૂરની નીચે ફેંકી દઈને પુત્રીનું મોત નિપજાવ્યું હતું. આ બાબતે ગુનો કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો Mehsana Crime: બાસણા યુવતી હત્યા કેસમાં રીક્ષા ચાલક હત્યારો નીકળ્યો, દુષ્કર્મ બાદ કરી હત્યા
માતા-પિતાની અટકાયત: સાયલા પોલીસ તેમજ ચોટીલા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાના આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. તપાસમાં માતા-પિતાએ પુત્રીની હત્યા કરીએ સામે આવતા શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ હજુ ફોરેન્સિકનો રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે કે પિતાએ પુત્રીને કેવી રીતના મોતને ઘાટ ઉતારી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime: યુવતી પર ભાઈના મિત્રએ આચર્યું દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની આપી ધમકી