ETV Bharat / state

Surendranagar news: કાળઝાળ ગરમીમાં પક્ષીઓ શેકાયા, પાટડીમાં 30થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત - 30થી વધારે રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા મોત

પાટડી તાલુકાના સવલાસ ગામમાં કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટ્યા હતા. ગામના યુવાનો દ્વારા 30 જેટલા મોર બજાણા અભયારણ્ય વિભાગમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જો આ પરિસ્થિતિ યથાવત રહી તો ગામમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર જ નામશેષ થઇ જવાના એંધાણ સર્જાયા છે.

more-than-30-national-bird-peacocks-died-in-scorching-heat-in-savlas-of-patdi

author img

By

Published : May 21, 2023, 7:02 PM IST

Updated : May 21, 2023, 7:10 PM IST

પાટડીના સવલાસમાં કાળઝાળ ગરમીમાં મોરના મોત

સુરેન્દ્રનગર: ઓરેન્જ એલેર્ટ વચ્ચે ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા 30 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટ્યા હતા. અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. ગામના યુવાનો દ્વારા 30 જેટલા મોરને બજાણા અભયારણ્ય વિભાગમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. એક સમયે મોરના ટહુંકા માટે પ્રચલિત એવા સવલાસ ગામમાં જો આ પરિસ્થિતિ યથાવથ રહી તો ગામમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર જ નામશેષ થઇ જવાના એંધાણ સર્જાયા છે.

એક પછી એક 30થી વધારે રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા મોત

ચાર દિવસમાં 30થી વધુ મોરના મોત: પ્રાપ્ત માહિતી અનુસાર ચાર દિવસમાં 30થી વધુ મોરના મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓ કરતા રણને અડીને આવેલા પાટડી તાલુકામાં ગરમીનો પારો બે ડીગ્રી જેટલો વધારે જોવ‍‍ા મળે છે. એમાંય ઝાલાવાડ પંથકમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમીનો પારો 43થી 44 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. લોકો માટે ખરા ઉનાળાના આકરા તાપમ‍ાં ઘરની બહાર નિકળવું પણ દુષ્કર બની રહ્યું છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં લોકોની સાથે અબોલ પશુ પક્ષીઓની હાકલ પણ અત્યંત દયનીય બનવા પામી છે.

ગામમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર જ નામશેષ થઇ જવાના એંધાણ સર્જાયા

'છેલ્લા ચાર પાંચ દિવસમાં રાષ્ટ્રીય પક્ષી મોર અચાનક એમની ડોક પડતી મૂકીને ઢળી પડે છે. અત્યાર સુધીમાં 8થી 10 જેટલા ઘાયલ મોરને સારવાર અર્થે બજાણ‍ા અભયારણ્ય વિભાગનો સ્ટાફ ગાડી સાથે આવીને લઇ ગયો છે. આજે વધુ પ‍ાંચ જેટલા મોર ઘાયલ થતાં અભયારણ્ય વિભાગને જાણ કરી દેવામાં આવી છે. એક સમયે મોરના ટહુંકા માટે પ્રચલિત એવા સવલાસ ગામમાં જો આ પરિસ્થિતિ યથાવથ રહી તો ગામમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર જ નામશેષ થઇ જવાના એંધાણ સર્જાયા છે.' -ધર્મેશભાઇ ફત્તેપરા, સવલાસ

તંત્ર એલર્ટ: ગામના યુવાનો દ્વારા 30 જેટલા મોર બજાણા અભયારણ્ય વિભાગમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલાની સૂચનાથી અભયારણ્ય વિભાગની રેસ્ક્યુ ટીમે તાકીદે વ‍ાહન લઇને સવલાસ ગામે દોડી જઇ ઘાયલ મોરને તાકીદે સારવાર અર્થે બજાણા કેર સેન્ટર ખાતે લાવી વેટરનીટી ડોક્ટર પાસે સારવાર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જિલ્લા કલેકટર દ્વારા કપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  1. Ahmedabad Heat Waves: ગુજરાતમાં આકાશી આફત, 108 ને દર 5 મિનિટે મળે છે ગરમીનો ઈમરજન્સી કોલ
  2. Gujarat weather: આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, કોર્પોરેશને તૈયાર કર્યો એક્શન પ્લાન

Last Updated : May 21, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.