2014માં ભાજપના દેવજી ફતેપરા જીત્યાં હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. અહીં રસ્તા-પાણી સુરેન્દ્રનગરની કાયમી સમસ્યા છે. જેથી વિકાસના અભાવે જિલ્લામાં વિરોધનો વંટોળ ઠેરઠેર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ ઉપરાંત ઠાકોર અને પાટીદારના મતો પણ નિર્ણાયક રહે છે. જોકે લોકસભામાં મોટાભાગે કોળી ઉમેદવાર જ અહીંથી જીત્યો છે.
વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની કામગીરીની વાત કરીએ તો દેવજીભાઈ પર થયેલા કેટલાક કેસના કારણે ભાજપની છબી ખરડાઈ છે. પક્ષના પ્રચાર અભિયાનમાં દેવજીભાઈની ગેરહાજરી વર્તાતી રહી છે. આ વખતે અપેક્ષા મુજબ ભાજપે દેવજી ફતેપરાનું પત્તું કાપી નાખ્યું છે. ભાજપે નવા નિશાળીયા તરીકે ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા છે. RSS સાથે જોડાયેલા અને વ્યવસાયે તબીબ એવા ડો. મુંજપરા લોકોમાં ઘણાં લોકપ્રિય છે, જ્યારે કોંગ્રેસ પટેલ કાર્ડ ખેલી દિગ્ગજ નેતા સોમા ગાંડાને ચૂંટણીના જંગે ચડાવ્યાં છે. જેથી કોંગ્રેસ માટે આ બેઠક આશાવાદ રૂપ ગણી શકાય...