ETV Bharat / state

Women’s Day 2022 : 26 વર્ષમાં 1,000થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો ઉદ્ધાર કરનાર મહિલા વિશે જાણો - Pragnyachakshu Mahila Seva Kunj

સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં (C.u.shah Pragna Chakshu Mahila Seva) પ્રજ્ઞાચક્ષુ બહેનોને વર્ષોથી તમામ પ્રકારની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. આ સંસ્થામાં અંધ બહેનોને ભણતરની સાથે જીવનનું ગણતર તેમજ કરિયાવરનો બેઠો ઉપાડનારી આ સંસ્થાની અદ્ભુત (Women’s Day 2022) વાતો આપે જાણવી જરૂરી છે..!

Women’s Day 2022 : 26 વર્ષમાં 1,000થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો ઉદ્ધાર કરનાર સંસ્થા વિશે જાણો

author img

By

Published : Mar 8, 2022, 12:15 PM IST

સુરેન્દ્રનગર : સમગ્ર દેશમાં આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર-મુળી રોડ પર આવેલા સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના મહિલા (C.u.shah Pragna Chakshu Mahila Seva) સંચાલક દ્વારા અનેક પ્રજ્ઞાચક્ષુ બહેનોને વર્ષોથી તમામ પ્રકારની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1000થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને ભણતરની સાથે જીવનનું ગણતર શીખવી આ મહિલાઓના જીવનમાં સાચા અર્થમાં અજવાળા પાથર્યા છે. મહિલા દિન પર સેવાનો (Women’s Day 2022) અનોખો સંદેશો જુઓ...!

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ

દંપતી દ્વારા આ સંસ્થાની સ્થાપના થઈ

સુરેન્દ્રનગર-મુળી રોડ પર આવેલ સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની સ્થાપના વર્ષ 1996માં મુક્તાબેન ડગલી અને તેમના પતિ દ્વારા 4 પ્રજ્ઞાચક્ષુ બહેનોને નિઃશુલ્ક શિક્ષણ આપી કરવામાં આવી હતી. ત્યારથી આ સંસ્થાની (Institute for Blind Sisters in Gujarat) શરૂઆત થઇ. હાલ આ સંસ્થામાં 200 જેટલી અંધ બહેનો શિક્ષણ લઇ રહી છે. નિરાધાર તેમજ પ્રજ્ઞાચક્ષુ બહેનોને આશ્રય મળી રહે તેવા હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : International Women Day 2022 : ભારતની એ મહિલાઓ કે જેમણે વિશ્વમાં વગાડ્યો ડંકો

કોમ્પ્યુટર સહીતના સરકાર માન્ય કોર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોને શિક્ષણ સહિત રહેવા-જમવાની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ સંસ્થાના બિલ્ડીંગમાં જ આપવામાં આવે છે. જ્યારે કોલેજ લેવલના શિક્ષણ માટે સંસ્થા દ્વારા વાહનની સગવડતા ઉપલબ્ધ છે. આ ઉપરાંત બ્યુટી પાર્લર, રસોઈ કામ, સીવણ ક્લાસ, કોમ્પ્યુટર સહીતના સરકાર માન્ય કોર્ષની ટ્રેનિંગ પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે.

185 જેટલી અંધ બહેનોના લગ્ન કરાવવામાં આવ્યા છે

જ્યારે સંસ્થામાં રહેતી (Surendranagar-Muli Road Psychiatric Service) પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે યોગ્ય મુરતિયો શોધી લગ્ન પણ કરાવે છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા અંદાજે 185 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોના લગ્ન કરાવવામાં આવ્યા છે. જેમાં કરિયાવરથી લઇ તમામ વસ્તુઓ સંસ્થા દ્વારા જ પુરી પાડવામાં આવે છે. તેમજ જે પ્રજ્ઞાચક્ષુ બહેનોના માતા-પિતા ન હોય તેમની પ્રથમ ડિલિવરી પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. ડિલિવરી બાદ જીયાણા સાથે અંધ બહેનોને વિદાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ફૂલ 75 થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોની ડિલિવરી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

સવારથી લઈને સાંજ સુધી તમામ સહભાગી થાય છે

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા (Pragnyachakshu Mahila Seva Kunj) સેવા કુંજમાં માત્ર ગુજરાત જ નહિ, પરંતુ રાજ્ય બહારથી પણ અંધ બહેનોને આશ્રય આપવામાં આવે છે. સંસ્થાની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી અંદાજે 400 થી પણ વધુ અંધ બહેનોને સંસ્થા દ્વારા રહેવા-જમવાથી લઇ અભ્યાસ અને લગ્ન સુધીની તમામ સેવા સંસ્થા દ્વારા નિઃશુલ્ક (Free Service for Blind Sisters) આપવામાં આવી છે. મુક્તાબેન ડગલી સહિત સ્ટાફના 35 જેટલા લોકો દ્વારા અંધ બહેનોને સવારે ઉઠવાથી લઇ નવડાવવું, કપડા પહેરાવવા, રસોઈ વગેરે દરેક કામમાં સહભાગી થઇ મદદ કરે છે.

આ પણ વાંચો : INTERNATIONAL WOMENS DAY 2022: જાણો, ગુજરાતની એ મહિલાઓ વિશે જે સિંગલ વર્કિંગ વુમનમાં ટોચ પર છે

અંધ બહેનો સંચાલકને માતા માને છે

સંસ્થામાં રહેતી અંધ બહેનો મુક્તાબેન ડગલીને માતા તરીકે જ માને છે અને પરિવારથી દૂર રહેવા છતાં સંસ્થામાં જ ઘર કરતા પણ વધુ સાર સંભાળ રાખવામાં આવે છે. અંધ બહેનોને ક્યારેય પોતાના ઘર કે માતા-પિતાની યાદ પણ નથી આવતી. ત્યારે વિશ્વ મહિલા દિન (International Women Day 2022) નિમિતે અંધ બહેનો સહિત સંસ્થાના શિક્ષિકા દ્વારા મહિલાઓ પગભર બને અને કોઈની લાચારી ન રાખે તેમજ એક પુરુષની જેમ જ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.