ETV Bharat / state

Surendranagar Crime News: સુરેન્દ્રનગરની સબ જેલમાં કિન્નર કેદીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ - આપઘાતનું કારણ અકબંધ

સુરેન્દ્રનગર સબજેલમાં બંધ વ્યંઢળે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસે વ્યંઢળના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની સાર્વજનિક મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

kinnar-prisoner-commits-suicide-in-sub-jail-of-surendranagar-cause-of-suicide-is-unknown

author img

By

Published : Jun 27, 2023, 8:50 PM IST

કિન્નર કેદીએ કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર: મૂળચંદ પાસેની નર્મદા કેનાલ ઉપરથી સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનને કોણે સળગાવ્યો તે અંગે રહસ્ય ઘેરાયું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં અનૈતિક સબંધ બાંધવાના દબાણથી વ્યંઢળે યુવાનને બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે આ વ્યંઢળની દ્વારકાથી ધરપકડ કરી સુરેન્દ્રનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

'સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા રાત્રીના 9 વાગે મંડપ નાખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં તે સળગેલી હાલતમાં નર્મદા કેનાલ ઉપરથી મળી આવ્યો હતો. યુવાને તે સમયે પોલીસને એવું જણાવ્યું હતું કે તેને કોઇ અજાણ્યા શખસોએ સળગાવ્યો છે. પરંતુ બાદમાં આ યુવાન નિવેદન બદલતો રહેતો હોય પોલીસને સમગ્ર ઘટનામાં કાઇ બીજુ જ કારણ હોવાની આશંકા ગઇ હતી.' -એચપી દોશી, ડીવાયએસપી

મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર: Etv ભારત સાથે મૂર્તકના ભાઈએ જણાવ્યું હતું કે ફરિયાદીએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે છતાં પોલીસે તેના ભાઈ કિન્નર યોગેશ જ્યારે અન્ય બે વ્યક્તિની પોલીસી દ્વારા ધરપકડ કરવામાં નથી આવી. પરિવારજનોએ પોલીસ પર કર્યા આક્ષેપો કર્યા છે અને જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

આ રીતે ભેદ ઉકેલાયો: પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા પોલીસને ખબર મળી હતી કે ભોગ બનનાર યુવકને કોઇ કિન્નર સાથે સુવાળા સંબંધો છે. જેથી પોલીસે આરોપી કિન્નર યોગ્શ ઉર્ફે સાનિયા નામના 80 ફુટના રોડ પર રહેતા ની તપાસ કરતા તે પણ ગુમ હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરતા તેનુ મોબાઇલ લોકેશન દ્રારકા આવતુ હતુ .જેથી પોલીસ એ દ્રારકા પોલીસની મદદથી કિન્નર સાનિયા ને ઝડપી સુરેન્દ્રનગર લાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો.

અગમ્ય કારણોસર આત્મહત્યા: સનાયાને સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલાયા બાદ આજે સવારે તેને જેલની અંદર જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની સાર્વજનિક મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

  1. Uttar Pradesh Crime : જંગલમાં બોલાવીને પરિણીત પ્રેમિકાએ પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો
  2. Ahmedabad Crime : તારા મર્યા બાદ હું બીજા લગ્ન કરી લઈશ, પતિના કવેણ સહન ન થતાં યુવતીએ ભર્યું આ પગલું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.