ETV Bharat / state

ઇન્દ્ર મેઘવાળની હત્યાના પડઘા ગુજરાત સુધી, સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ દ્વારા મૌન રેલી યોજાઇ - સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ દ્વારા મૌન રેલી

રાજસ્થાનના જાલૌરમાં માત્ર પાણી પીવાને લઈને જાતિવાદી શિક્ષક દ્વારા 9 વર્ષના બાળકને માર મારવામાં આવ્યો હતો. આ બાદ બાળકને હોસ્પિટલ લઈ જતા ત્યા તેમનું મોત થયું હતું. જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ દ્વારા મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. Savitribai Phule Educational Forum, Justice for Indra Meghwal , Protest For Indra Meghwal

ઇન્દ્ર મેઘવાળની હત્યાના પડઘા ગુજરાત સુધી

author img

By

Published : Aug 22, 2022, 10:25 PM IST

સુરેન્દ્રનગર : રાજસ્થાનના જાલૌરમાં શાળાના માટલામાંથી પાણી પીવા બદલ 9 વર્ષીય વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેઘવાળને જાતિવાદી શિક્ષક દ્વારા ઢોર માર માર્યા બાદ ક્રુર હત્યા કરવામાં (Justice for Indra Meghwal) આવી હતી. જેના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઇ રહી છે. આ અંતર્ગત સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ સુરેન્દ્રનગર અને સમગ્ર અનુસૂચિત સમાજ સુરેન્દ્રનગર એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન ઓગસ્ટને રવિવારની સાંજે 6 વાગ્યે એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સુધી કરવામાં આવ્યું (Protest For Indra Meghwal) હતું.

9 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષક દ્વારા હત્યા : ઉલ્લેખનીય છે કે, જાલૌર જિલ્લાના સુરાના ગામમાં એક શાળાના 9 વર્ષીય વિદ્યાર્થી ઈન્દ્રા મેઘવાળને તેના શિક્ષક દ્વારા 20 જુલાઈના રોજ માટલામાંથી પાણી પીવા બદલ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બાળકનું 13 ઓગસ્ટના રોજ અમદાવાદની હોસ્પિટલમાં ઇન્દ્ર મેઘવાળનું મૃત્યુ થયું હતું. જે બાદ દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય સમાજ તેમજ ગોદી મીડિયા આરોપીની તરફેણ કરી રહી છે, તેમ એક દલિત નેતાએ જણાવ્યું હતું. Savitribai Phule Educational Forum

ઇન્દ્ર મેઘવાળની હત્યાના પડઘા ગુજરાત સુધી
ઇન્દ્ર મેઘવાળની હત્યાના પડઘા ગુજરાત સુધી

ઇન્દ્ર કુમારની શિક્ષકે કરી હત્યા : આ અંગે વાત કરતા દલિત આગેવાન અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, તમામ સમાજ બંધુઓ અને તમામ વિચારશીલ લોકો તથા મિત્રો વડીલો, ભાઈઓ બહેનો, માનવતાવાદી લોકોને ખાસ જણાવવાનું કે, જાતિ વ્યવસ્થાને કારણે રાજસ્થાનમાં ધોરણ 3 માં અભ્યાસ કરતાં 9 વર્ષના નિર્દોષ બાળકને તરસ લાગતા શિક્ષકના માટલામાંથી પાણી પી લેતા બાળક ઇન્દ્ર કુમાર મેઘવાળને શિક્ષકે ઢોર માર મારી હત્યા કરી હતી. આ ક્રૂર અમાનુષી ઘટનામાં ભોગ બનેલા ઈન્દ્રકુમારને શ્રદ્ધાંજલિ આપવા અને જાતિવાદનો વિરોધ કરવા તારીખ 21 ઓગસ્ટ રવિવારની સાંજે 6 વાગ્યે એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર થી ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સુધી મૌન રેલી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. (Dalit Lives Matter)

કોંગ્રેસના ધારાસભ્યે CMને મોકલ્યું રાજીનામું : બારાં અટરૂ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યપ્રધાન અશોક ગહેલોતને આપેલા તેમના રાજીનામાના પત્રમાં ધારાસભ્યએ જાલૌરમાં શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીના મોતથી પોતાને દુઃખી ગણાવ્યા હતા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે જેમના માટે બંધારણમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરી હતી, તે દલિત અને વંચિત વર્ગનું રક્ષણ કરવા માટે આજે કોઈ નથી. પત્રમાં આ લખીને પાનાચંદ મેઘવાળે કોંગ્રેસ સરકારને વિવાદોમાં ઘેરી છે. પોતાના રાજીનામા પત્રમાં પાનાચંદે લખ્યું છે કે, મારા સમાજના લોકોએ જે પાર્ટી સાથે મળીને કામ કર્યું તેની વિચારધારાથી નારાજ અને લાચાર છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ કોઈ બાળકને માટલાને સ્પર્શ કરવા બદલ શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે, તો ક્યાંક તેને ઘોડા પર ચડવા બદલ ઠપકો આપવામાં આવે છે. ન્યાયના નામે માત્ર ફાઇલો અહીંથી ત્યાં ખસેડવામાં આવે છે. indra meghwal Murder

દલિત મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી : જયપુરમાં એક દલિત મહિલા શિક્ષકને જીવતી સળગાવી દેવામાં આવી હતી. શાળા જતી વખતે દબંગ અને અસામાજીત તત્વોએ મહિલાને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા શિક્ષકનું મંગળવારની મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારના રોજ સામે આવ્યો હતો. Castism In india

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.