- સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા હાલાકી
- મુખ્ય સરકારી કોવિડ હોસ્પિટલમાં 108 સહીત એમ્બ્યુલન્સની કતારો લાગી
- અપૂરતા બેડ હોવાથી દર્દીઓને હાલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવતા રોષ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતનાં શહેરી વિસ્તારોમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ સરેરાશ અંદાજે 100થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે અને આ તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલ સહિત જિલ્લભરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલોમાં અપૂરતા બેડ તેમજ સુવિધાઓના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી
તંત્ર અને સરકારની બેદરકારી સામે આવી
મુખ્ય સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને આઇસોલેશન વૉર્ડમાં જમીન પર પરિવારજનો અને ઓક્સિજનના સિલિન્ડર સાથે સારવાર લેવી પડે છે. જ્યારે દર્દીઓની સંખ્યા વધતા હાલ ઓક્સિજનના સિલિન્ડરની પણ દર્દીઓને બહારથી સગવડતા કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલની કોંગ્રેસના ધારાસભ્યો સહિતના અન્ય આગેવાનોએ મુલાકાત લીધી
દર્દીઓને હોસ્પિલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો
તાજેતરમાં મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિલમાં એમ્બ્યુલન્સની કતારો જોવા મળી હતી અને કોરોનાના દર્દીઓને હોસ્પિલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. આવી સ્થિતિમાં કોઈ દર્દીનું મોત થાય તો કોણ જવાબદાર ? જ્યારે કોરોના મહામારી દરમિયાન વહીવટી તંત્ર અને સરકારની નિષ્ફળતા સામે કોરોના દર્દીઓના પરિવારજનો અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.