ETV Bharat / state

કૃષિ વિભાગના ડીરેક્ટરની હત્યામાં પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી - Gujarati news

સુરેન્દ્રનગરઃ સાયલા પાસેથી નિવૃત્ત ડાયરેકટરની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ કેસમાં પોલીસને હત્યારા સુધી પહોંચવાની મહત્વની કડી હાથ લાગી છે. લીમડીની હોનેસ્ટ હોટલથી ડાયરેક્ટની ગાડીમાં શંકાસ્પદ આરોપી બેઠો હતો તેથી લીંબડી અને સાયલા વચ્ચે હત્યા કર્યાની શંકા સેવાઈ રહી છે. પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ડીરેક્ટરની હત્યા
author img

By

Published : May 15, 2019, 6:08 AM IST

અમદાવાદમાં રહેતા અને જૂનાગઢના વતની નિવૃત કૃષિ વિભાગના ડે. ડાયરેક્ટર ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટ (ઉં.વ. 84) ની 6મે ના રોજ સવારે સાયલા સર્કલ પાસેથી કારમાં ગળુ કાપી હત્યા કરેલ મૃતદેહ મળ્યો હતો. જે અંગે DSP મહેન્દ્રકુમાર બગડીયા, LCB PI ડી.એમ ઢોલ તથા PI આર.ડી પરમાર સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ પ્રમાણે, લીમડીની હોનેસ્ટ હોટલ સુધી ડાયરેક્ટર ગુણંવતરાય એકલા જ આવ્યા હતા. તેઓ હોનેસ્ટ હોટલમાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા અને તેમની સામેના ટેબલ પર એક શંકાસ્પદ શખ્સ પણ નાસ્તો કરતો હતો. ગુણવંતરાય નાસ્તો કરી પોતાની કાર પાસે જાય છે, ત્યારે આરોપી તેની પાસે આવીને વાતો કરવા લાગે છે. ત્યારબાદ ગુણંવતરાયની બાજુની સીટમાં બેસી જાય છે અને અજાણ્યો શખ્સ કારની ડ્રાઇવરની સીટ પર બેસી જાય છે. ત્યારબાદ કાર સાયલા તરફ જતી હોવાનું માલુમ પડે છે. સાયલા આવીને તેને વખતપર ગામ તરફ ગાડી હાંકી મૂકી હતી અને ગામડાઓમાં ફરીને કાર સાયલા સર્કલ પાસે મૂકી દીધી હતી.

પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

અજાણ્યો શખ્સે સાયલાની રેડીમેઈડ દુકાનમાં કપડાં ખરીદીને લોહીના ડાઘાવાળા કપડા બદલીને રીક્ષા કરી મૂળી આવ્યો હતો જ્યાંથી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTVના આધારે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ શખ્સની ઓળખ આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.