સુરેન્દ્રનગરઃ કોરોના વાઈરસની અસરની પગલે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે નિયમ મુજબ અનાજ કરિયાણા અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જેના કારણે જે-તે વિસ્તારના અને માર્કેટમાં આવેલા કરિયાણાના વેપારીએ ખાદ્ય વસ્તુઓના 30થી 40 ટકા ભાવ વસૂલી રહ્યાં છે.
તેલના ડબ્બા દીઠ 500 રૂપિયા વધારી દીધા છે. તો કેટલાંક લોકોએ શાકભાજીના ભાવ પણ બમણાં કરી દીધા છે. જેના કારણે સામાન્ય વર્ગને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ અંગે વહીવટ તંત્ર તેમજ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે આવી ઉધાડી લૂટ ચલાવતા અમુક વેપારીઓ સામે કડક પગલા ભરી દુકાનો બંધ કરાવી હતી અને વેપારીઓને રેગ્યુલર ભાવ લેવાની તાકીદ કરી હતી.
આમ,સમયનો ફાયદાો ઉઠાવીને આવક ઉભી કરનાર લાલચી વેપારી સામે તંત્ર દ્વારા સખ્ત પગલાં લેવામાં આવી રહ્યાં છે, ત્યારે સામાન્ય પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.