સુરેન્દ્રનગર: શહેરમાં બહુચર હોટલ પાસેથી ત્રણ શખ્સોને રૂપિયા 200ની 9 ડુપ્લિકેટ નોટો સાથે SOG પોલીસે ઝડપી લીધા હતા. જેની પુછપરછમાં જોરાવરનગરના એક શખ્સનું નામ બહાર આવતા તેને પણ ડુપ્લિકેટ નોટો(Surendranagar fake notes) સાથે દબોચી લીધો હતો. આમ કુલ 4 શખ્સોને રૂપિયા 37,800ની જાલી નોટો સાથે ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: New modus operandi of Fake notes : ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ
જાલી નોટો વટાવવા લોકો પર રે સુરેન્દ્રનગર SOG પોલીસે વોચ - સુરેન્દ્રનગર બહુચર હોટલ(Surendranagar Bahuchar Hotel) પાસે અમુક શખ્સો જાલી નોટો વટાવવા(counterfeit notes) માટે ફરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર SOG પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં રૂપિયા 200ની 9 નકલી નોટો સાથે શ્યામ અશોક ઝાલા, ધર્મેશ કરશન મકવાણા અને પીયુષ રમણ શાહને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય શખ્સોની પ્રાથમિક પુછપરછ હાથ ધરી છે. આ ડુપ્લિકેટ નોટો જોરાવરનગરમાં રહેતા પ્રદિપ ઉર્ફે ટીના મહારાજ નામના શખ્સ પાસેથી લીધી હોવાની કબુલાત કરતા પોલીસે જોરાવરનગરમાં રહેતા પ્રદિપ ઉર્ફે ટીના મહારાજને પણ દબોચી લીધો(fake note accused arrested ) હતો. જેની પાસેથી રૂપિયા 500ની 36,200ની 60,100ની 30 જાલીનોટ સહીત રૂપિયા 37,800ની ડુપ્લિકેટ નોટ સાથે દબોચી લીધો હતો.
આ પણ વાંચો: સાવધાન..! તમારા હાથમાં રહેલી ચલણી નોટ ઝેરોક્ષ કરેલી પણ હોઈ શકે
ડુપ્લિકેટ નોટો બજારમાં ફરતી કરાવવામાં અન્ય શખ્સોની પણ સંડોવણી - પોલીસે ચારેય શખ્સો પાસેથી કુલ રૂપિયા 37,800ની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે. આ ડુપ્લિકેટ નોટો તેઆે જાતે છાપતા ન હોય તેવુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેથી આ ડુપ્લિકેટ નોટો બજારમાં ફરતી(Duplicate Notes in Market) કરાવવામાં અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે ત્યારે આ ડુપ્લિકેટ નોટોમાં આગામી સમયમાં વધુ લોકોનો નામ ખુલે તેવી શક્યતા છે.