ETV Bharat / state

ઘર કંકાસે પરિણીતાનો લીધો જીવ, સાસુ સસરા અને પતિએ પાવડાના ઘા મારી કરી પત્નીની હત્યા - પરિણીતાની હત્યા

ચોટીલા તાલુકાના છેવાડાના કાળાસર ગામે જમીન મિલકતમાં ભાગ માગવા મામાલે ઘરમાં ઝઘડો થયો હતો. ઘર કંકાસમાં પરણીતાને સાસુ સસરા અને પતિએ ભેગા મળી કોસ અને પાડવાના ઘા મારી મોતના ઘાટ ઉતારી હતી.

chotila
chotila
author img

By

Published : Dec 19, 2020, 8:02 AM IST

  • કાળાસર ગામમાં સાસુ સસરા અને પતિએ પરિણીતાની કરી હત્યા
  • મિલકતમાં ભાગ માગવાના ઘર કંકાસમાં મહિલાની હત્યા
  • પરિણીતાનું ઢીમ ઢાળી દેનાર સાસુ સસરા અને પતિની અટકાયત

    ચોટીલાઃ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના છેવાડાના કાળાસર ગામે જમીન મિલકતમાં ભાગ માગવા મામાલે ઘરમાં ઝઘડો થયો હતો. ઘર કંકાસમાં પરણીતાને સાસુ સસરા અને પતિએ ભેગા મળી કોસ અને પાડવાના ઘા મારી મોતના ઘાટ ઉતારી હતી. ચોટીલા પોલીસે પરિણીતાનું ઢીમ ઢાળી દેનાર સાસુ સસરા અને પતિની અટકાયત કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે.

મિલકતમાં ભાગ માગવા બદલ થયો ઝઘડો

કાળાસર ગામે પોતાની વાડીમાં ઝુપડુ વાડીને રહેતા નાઝાભાઇ ભલાભાઇ બથવાર તેમના પિતા ભલાભાઇ અને માતા દેવુબેન તેમજ તેમની પત્ની રેખાબેન સાથે સંયુક્ત કુંટુબમાં રહેતા હતા અને ખેતી કરતા હતાં. પરંતુ નાઝાભાઇની પત્ની રેખા સાથે ઘર કંકાસ હોઇ રેખાબેન કેટલાક સમયથી રીસામણે માવતરના ઘરે હતાં. પરંતુ નાઝાભાઇ પત્ની રેખાબેનને પિયરથી પરત કાળાસર ગામે બોલાવી લાવ્યા હતા, ત્યારે રાતના સંમયે રેખાબેને જમીન મિલકતમાં ભાગ આપવા બાબતે બોલાચાલી કરી હતી.

સાસુ સસરા અને પતિએ પાવડાના ઘા મારી કરી પત્નીની હત્યા

રોષે ભરાયેલા સાસુ સસરા અને પતિએ પરિણીતાને પાવડાના ઘા માર્યા

આ બોલાચાલીએ મોટુ સ્વરુપ લેવા રેખાબેન પર પતી નાઝાભાઇ, સસરા ભલાભાઇ, સાસુ દેવુબેને પાવડા અને કોષના ઘા માર્યા હતાં. જેમાં રેખાબેનનું મોત થયું છે.પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાવામા આવ્યો હતો. પોલીસે હત્યારા સાસુ સસરા અને પતિની ઝડપા પાડવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેથી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાઓ સાસુ દેવુબેન, સસરા ભલાભાઇ, પતી નાઝાભાઇની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસે ત્રણેયની કરી ધરપકડ

પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ રેખાબેન વારંવાર જમીન મિલકતમાં ભાગ પાડવા બાબતે કંકાસ કરતા હોવાથી રોષે ભરાઈ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીએને કોર્ટમાં રજુ કરી હત્યામાં વપરાયેલા પાવડો અને કોષ કયા સંતાડેલા છે અને આ હત્યા પાછળ અન્ય કારણ છે કે કેમ તેની તપાસ માટે રીમાન્ડ માગી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ મિલકતના ભાગ પાડવા અને મીલકત મેળવવાની લાહ્ય માં એક પરણીતાને જીદંગીથી હાથ ધોવા પડયા અને ઘરના સભ્યો પતી સાસુ સસરાને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.