સુૂરેન્દ્રનગરઃ લખતરમાં સગીરની સાઈકલને નુકસાન પહોંચાડ્યા બાદ 3 લોકોએ એકઠા થઈને ઢીકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વણા ગામના હાર્દિક લવજીભાઈની સાઈકલની સીટને વણા ગામના આરોપી નીતિન છાસિયા, ચિરાગ છાસિયા, દિનેશ એમ ત્રણેય એકઠા થઈ નુકસાન પહોંચાડ્યું હતું. જેથી હાર્દિકે તેમને શા માટે તેની સાઈકલની સીટને નુકસાન કરો છો તેમ પૂછતા નીતિને ગુસ્સામાં હાર્દિકને પથ્થર માર્યો હતો. તેમજ ચિરાગ અને દિનેશે પણ ઢીકાપાટુનો માર મારી અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે ફરિયાદી હાર્દિકે લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવતા લખતર પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરી છે.