સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે સુરેન્દ્રનગર (Grape cultivation in Surendranagar)જિલ્લામાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર દ્રાક્ષની ખેતી કરી જિલ્લાના તેમજ સમગ્ર(Grape cultivation in Saurashtra) રાજ્યના ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
દ્રાક્ષનું વાવેતર કરવાનો વિચાર કર્યો - સુરેન્દ્રનગર જિલ્લો અગાઉ (Horticulture in Surendranagar)આવળ,બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે જિલ્લામાં મોટા ભાગે પરંપરાગત કપાસ, જીરૂ, ઘઉં જેવા પાકનુ વાવેતર કરવામાં આવતુ હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી ખેડૂતો પરંપરાગત વાવેતરને છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે વડોદ ગામના શાંતિલાલ પટેલે બે એકર જમીનમાં દ્રાક્ષનું સફળ વાવેતર કર્યું છે. દ્રાક્ષ સામાન્ય રીતે મહારાષ્ટ્રના નાસિક, ધુલીયા જેવા સ્થળોમાં વધુ થાય છે ત્યારે શાંતિલાલ દાડમના વેચાણ માટે પાંચેક વર્ષ અગાઉ નાસિક ગયા હતા તે સમયે દ્રાક્ષના માંડવા જોઇ દ્રાક્ષનું વાવેતર(benefits of black grapes)કરવાનો વિચાર કર્યો હતો.
આ પણ વાંચોઃ વાહ...હવે ગુજરાતમાં સફરજનનું ઉત્પાદન! વલસાડના ખેડૂતે કર્યુ સાહસ
ખેડૂતને રૂપિયા 10 લાખથી વધુની આવક - આ ખેડૂતે બે એકર જમીનમાં કુલ 1800 થી વધુ રોપાનુ વાવેતર કર્યું હતું. જેમાં વાવેતર, લોખંડના સ્ટ્રક્ચર સહીતનો કુલ રૂપિયા 13 લાખ થી વધુનો ખર્ચ કર્યો હતો. દ્રાક્ષના માંડવામાં ત્રણ વર્ષ બાદ ઉતારો આવવાની શરૂઆત થાય છે જેમાં ગયા વર્ષે શાંતિલાલને અંદાજે 4 ટન દ્રાક્ષનો ઉતારો આવ્યો હતો. જ્યારે આ વર્ષે 12 ટનથી વધુ દ્રાક્ષનો ઉતારો આવે તેવો અંદાજ છે. હાલ એક કિલો દ્રાક્ષ 80 રૂપિયામાં એક કિલો લેખે વેચાઇ રહી છે. જેનાં અંદાજ મુજબ ખેડૂતને રૂપિયા 10 લાખથી વધુની આવક થાય તેવો અંદાજ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષનું સફળ વાવેતર - દ્રાક્ષની ખેતી થોડી ખર્ચાળ અને મહેનત માંગી લે છે પરંતુ ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થાય છે કારણ કે દ્રાક્ષનું એકવાર વાવેતર કર્યા બાદ 20 વર્ષ સુધી દ્રાક્ષનો ઉતારો આવે છે જેથી લાંબા ગાળે ખેડૂતોને ફાયદો થાય છે. શાંતિલાલે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષનું સફળ વાવેતર કરી જિલ્લાના તમામ ખેડૂતો માટે ઉદાહરણરૂપ ખેતી કરી નવી રાહ ચીંધી છે.
આ પણ વાંચોઃ કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું