સુરેન્દ્રનગરઃ લીમડી હાઈવે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 1 વર્ષના સમયગાળા દરમિયાન સર્જાયેલા નાના-મોટા અકસ્માતોમાં 73થી વધુ લોકોનાં મોત થયાં છે.
શુક્રવારે રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના કાનપર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી ઘાયલને સારવાર અર્થે લીમડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મહિન્દ્રા કંપનીની XUV કાર ખંભાળીયાથી હોસ્પિટલના કામ અર્થે ગાંધીનગર જઈ રહી હતી, તે દરમિયાન કાનપર પાસે મધ્ય પ્રદેશનો ટ્રક MP 9 HG 2158 બંધ હાલતમાં પડ્યો હતો. જેથી ટ્રકના પાછળના ભાગે કાર અથડાઇ હતી. જેમાં 5 લોકોનાં ઘટના સ્થળે મોત થયાં હતાં અને 1 ઘાયલ થયો હતા.
અકસ્માતની જાણ પાણશીણા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકનાં નામ
- કલ્યાણભાઈ વરિયા
- કંચનબેન વરિયા
- ભરત વરિયા
- સુમેરસિંહ આત્મારામ
- ગોવિંદભાઈ કટારા