ETV Bharat / state

પાક વીમાનું વળતર પૂરુ ન મળતા ખેડૂતોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર - Surendranagar

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના 42 ગામના ખેડૂતોને પાક વીમાનું પૂરૂ વળતર આજ દિવસ સુધી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો કલેક્ટર કચેરીએ આવી આવેદનપત્ર આપ્યું હતુ અને માત્ર 5 ટકા જેટલુ વળતર ચુકવતા વીમા કંપની દ્વારા 10 દિવસમાં યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ખેડૂતોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર પાક વીમા વળતર પૂરુ ના મળતા
author img

By

Published : Jul 13, 2019, 2:14 PM IST

લખતર તાલુકામાં વર્ષ 2017 અને 2018 બંને વર્ષમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી. ત્યારે ખેડૂતોને તેમણે લીધેલા પાક વીમાનું વળતર મળવાની આશા હતી. પરંતુ વીમા કંપનીએ માત્ર 5 ટકા જેટલુ વળતર ચુકવાતા રોષે ભરાયેલા ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને હિતેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં આવેદન પાઠવતા જણાવ્યું કે આ વર્ષે લખતર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા છતાં 25 ટકાને બદલે માત્ર 5 ટકા વળતર મળ્યું છે. જે અમે ભરેલા પ્રિમિયમ જેટલુ પણ માંડ છે. ખેડૂતોને સતત 2 વર્ષથી પાક નિષ્ફળ જઇ રહ્યો છે. સ્થાનિક કક્ષાએ તેની કોઇ કચેરી નથી, અમારે કહેવા કોને જવું, તેમજ આ વર્ષે પણ ફરજીયાત પાક વીમો કાપે છે, જેના બદલે મરજીયાત કરવાની માંગ કરવામાં આવી હતી.

ખેડૂતોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર પાક વીમા વળતર પૂરુ ના મળતા

આ સાથે ક્રોપ કટીંગમાં પણ ખેડૂતો પાસે કોરા કાગળમાં સહીઓ કરાવી લઇ ક્રોપ કટીંગના આંકડાઓ પણ ખોટા બતાવ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતુ અને ખેડૂતોને 80 ટકા ઉપર વળતર મેળવવાના હકદાર હોવા છતાં માત્ર 5 ટકા વળતર ચુકવી ખેડૂતોની મશ્કરી કરવામાં આવી રહી છે. ત્યારે લખતર તાલુકાના ખેડૂતોને 10 દિવસમાં વીમા કંપનીઓ દ્વારા પૂરતુ વળતર ચુકવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકીની પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

Intro:nullBody:લખતર તાલુકાના 42 ગામના ખેડૂતોને પાકવિમાનું પુરૂ વળતર આજ દિવસ સુધી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને માત્ર 5 ટકા જેવું વળતર ચૂકવતાં વિમાકંપની દ્વારા 10 દિવસમાં યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
લખતર તાલુકામાં વર્ષ 2017 અને 2018 બંને વર્ષમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી. ત્યારે ખેડૂતોને તેમણે લીધેલા પાકવિમાનું વળતર મળવાની આશા હતી પરંતુ વિમાકંપનીએ માત્ર 5 ટકા જેટલું વળતર ચુકવાતા રોષે ભરાયેલા ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને હિતેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં આવેદન પાઠવતા જણાવ્યું કે આ વર્ષે લખતર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા છતાં 25 ટકાને બદલે માત્ર 5 ટકા વળતર મળ્યું છે જે અમે ભરેલા પ્રિમિયમ જેટલું પણ માંડ છે. ખેડૂતોને સતત બે વર્ષથી પાક નિષ્ફળ જઇ રહ્યો છે. સ્થાનિક કક્ષાએ તેની કોઇ કચેરી નથી અમારે કહેવા કોને જવું. તેમજ પડ્યા પર પાટુ મારતા હોય તેમ પાછુ આ વર્ષે પણ ફરજીયાત પાકવિમો કાપે છે જેના બદલે મરજીયાત કરવાની માંગ છે. તેમજ ક્રોપ કટીંગમાં પણ ખેડૂતો પાસે કોરા કાગળમાં સહીઓ કરાવી લઇ ક્રોપ કટીંગના આંકડાઓ પણ ખોટા બતાવ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અને ખેડૂતોને 80 ટકા ઉપર વળતર મેળવવાના હકદાર હોવા છતાં માત્ર 5 ટકા વળતર ચુકવી ખેડૂતોની મશ્કરી કરવામાં આવી રહી છે ત્યારે લખતર તાલુકાના ખેડૂતોને 10 દિવસમાં વિમાકંપનીઓ દ્વારા પુરતું વળતર ચુકવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

બાઇટ : 1. હિતેન્દ્રસિંહ ઝાલા (એ. પી. એમ. સી.
- લખતર)
2. જે. જે. રાણા (ખેડૂત આગેવાન) Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.