ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ પાક વીમાના વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત મુજબ દરેક ખેડૂતને પાકના વળતર રૂપે હેક્ટર દીઠ રૂપિયા ૬૮૦૦ મળવાપાત્ર છે,પંરતુ સુરેન્દ્રનગરમાં ખેડૂતો દ્વારા આ પેકેજનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડતોના કહેવા પ્રમાણે પાકના નુકસાનના પ્રમાણમાં આ રકમ ઓછી છે. જેથી તેઓએ આ મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

farmers
સુરેન્દ્રનગર
author img

By

Published : Nov 29, 2019, 4:12 AM IST

તાજેતરમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી, લખતર, પાટડી, ધ્રાંગધ્રા સહિતના તમામ તાલુકાના ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કરેલા ઉભા પાકો પર પાણી ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મોટા પાયે નુકસાન થયું હતુ, જે અંગે વળતર મેળવવા ખડૂતોએ અરજી કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાની અંગે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ દરેક ખેડૂત દીઠ પ્રતિ હેકટર નુકસાની દીઠ રૂપિયા ૬૮૦૦ ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ પાક વીમાના વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

જયારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હોવાથી એસડીઆરએફના નિયમ મુજબ દરેક ખેડૂતને પ્રતિ હેકટર દીઠ રૂપિયા ૧૩૫૦૦ વળતર મળવાપાત્ર છે. પરંતુ રાજ્ય સરકારે અગાઉ આ જાહેરાત કર્યા બાદ,તાજેતરમાં માત્ર ખેડૂત દીઠ રૂપિયા ૬૮૦૦ હેકટર દીઠ જાહેર કરી હતી જેથી ખેડૂતો સાથે છેતરપિંડી અને અન્યાય કરવામાં આવ્યો છે. આથી જિલ્લાભરના ખેડૂતો સહીત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર તેમજ વીમા કંપની સામે રોષ દાખવી જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા. આ સાથે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. આ તકે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહીત ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, જે. કે. પટેલ સહીત વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Intro:Body:Gj_snr_khedut vima avedan_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા દરેક સીઝન મુજબ મહા મહેનતે પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં કપાસ, એરંડા, મગફળી, જાળ સહિતના પાકોનું હાલ હજારો હેકટર જમીનમા વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી, લખતર, પાટડી, ધ્રાંગધ્રા સહિતના તમામ તાલુકાના ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર પાણી ફરી વળ્યું હતું અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મોટા પાયે નુકશાની પહોંચી હતી. જે અંગે ખેડૂતોએ નુકશાની અંગે વળતર મેળવવા અરજીઓ કરી હતી...ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દવારા ખેડૂતોને થયેલ નુકશાની અંગે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે....જે મુજબ દરેક ખેડૂત દીઠ પ્રતિ હેકટર નુકશાની દીઠ રૂપિયા ૬૮૦૦/- ચુકવવાની જાહેરાત કરી છે...જયારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ ઇંચ થી વધુ કમોસમી વરસાદ પડ્યો હોવાથી એસડીઆરએફના નિયમ મુજબ દરેક ખેડૂતને પ્રતિ હેકટર દીઠ રૂપિયા ૧૩૫૦૦/- વળતર મળવાપાત્ર છે... પરંતુ રાજ્ય સરકારે અગાઉ આ જાહેરાત કર્યા બાદ....તાજેતરમાં માત્ર ખેડૂત દીઠ રૂપિયા ૬૮૦૦/- હેકટર દીઠ જાહેર કરી છેતરપિંડી અને અન્યાય કરવામાં આવ્યો છે..આથી જિલ્લાભરના ખેડૂતો સહીત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર તેમજ વીમા કંપની સામે રોષ દાખવી જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને વીમા કંપનીને ફાંસીએ ચઢાવવાના ગાળીયા સાથે લાવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી...આ તકે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહીત ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, જે. કે. પટેલ સહીત વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બાઇટ : પાલ આંબાલિયા (ખેડૂત અગ્રણી) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.