સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 2 દિવસમાં નુકસાનીની અરજી સ્વીકારવા જણાવ્યું હતું. પરંતુ, 48 કલાકમાં વીમા કંપનીએ અરજી ન સ્વીકારતા ખેડૂતો પાક વીમાની અરજી કરવામાં વંચિત થઈ ગયા હતાં. જેથી જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં, ત્યારે કલેક્ટરે ખેડૂતોને સમર્થન આપ્યુ હતું.
આમ, જિલ્લા કલેક્ટર દ્વારા પાક વીમા વળતરની અરજી સ્વીકાર માટે 2 દિવસનો વધારો કર્યો છે. જેની જાણકારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચના અપાઈ હતી, ત્યારબાદ વઢવાણ અને ધ્રાંગધ્રા સહિત તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. આમ, પાકવીમા અંગે મળતી રાહતના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.