ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના ખેડૂતને મળ્યો ફૂડ હીરો આેફ ઇન્ડિયાનો એવોર્ડ

સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district) ના ગૌતમગઢ (Gautamgarh) ગામના ખેડૂત હમીરસિંહ પરમારને તેમની આેર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે વર્લ્ડ ફૂડ ડે (World Food Day) નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફુડ હીરો આેફ ઇન્ડિયાનો એવોર્ડ (award of Food Hero of India) એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ એવોર્ડ મેળવનારા તેઆે પ્રથમ ખેડૂત બન્યા છે.

Surendranagar distric
Surendranagar distric
author img

By

Published : Nov 13, 2021, 9:43 AM IST

  • ગૌતમગઢના ખેડૂતને મળ્યો ફૂડ હીરો આેફ ઇન્ડીયાનો એવોર્ડ
  • 3 એકર જમીનમાં સંપૂર્ણ આેર્ગેનિક પદ્ધતિ દ્વારા કરે છે ખેતી
  • જાતે બનાવેલા સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરે છે

સુરેન્દ્રનગર: રાસાયણિક ખાતર (chemical fertilizer) અને જંતુનાશક દવાઓના ભરપુર ઉપયોગ સાથેની આજની ખેતીના જમાનામાં ગૌતમગઢ (Gautamgadh) ના હમીરસિંહ પરમાર દ્વારા વર્ષ 2008થી આેર્ગેનિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. 3 એકર જમીનમાં સંપૂર્ણ આેર્ગેનિક પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે, જેમાં તેઆે જાતે બનાવેલા સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરે છે તેમજ કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના ખેડૂતને મળ્યો ફૂડ હીરો આેફ ઇન્ડીયાનો એવોર્ડ

આ પણ વાંચો: પિતાએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને ભેગા કરવાનું સપનું જોયું હતું, એ સપનું પૂરું કરવાના રસ્તે હું જઈશ: હિતુ કનોડિયા

કોઇ જંતુનાશક દવા કે બિયારણનો ઉપયોગ કરવામાં આવતો નથી

3 એકર જમીનમાં 220 લીંબુના થડ, પાંચ ચીકુંં, પાંચ આંબા અને પાંચ બોરના થડ છે. આ ઉપરાંત વચ્ચે ખાલી રહેતી જગ્યામાં તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. હમીરસિંહ દ્વારા તો કોઇ જંતુનાશક દવા કે બિયારણનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ આસપાસના ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોવાથી તેની હવા આ આેર્ગેનિક છોડને ન લાગે તે માટે ખાદ ખેતરની ચારે તરફ વ્રુક્ષોની જીવંત વાડ બનાવવામાં આવી છે. આમ સંપૂર્ણ આેર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે: નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ

ઝાલાવાડના આેર્ગેનિક લીંબુ અને શાકભાજીની મહેંકે દિલ્હીમાં પણ ડંકો વગાડી દીધો

16 આેક્ટોબરના રોજ સેન્ટર ફોર ક્વોલિટી એન્ડ ફૂડ સેફ્ટી દ્વારા વર્લ્ડ ફુડ ડે (World Food Day) ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહીત દેશભરનાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાં હમીરસિંહ પરમારે આેર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન કરેલા લીંબુ, શાકભાજી અને લીંબુનું મીઠું અથાણાંની પસંદગી થઇ હતી અને હમીરસિંહ પરમારને ફૂડ હીરો આેફ ઇન્ડિયા (award of Food Hero of India) નું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ સમગ્ર દેશમાં માત્ર પાંચ વ્યક્તિઆેને જ એનાયત કરવામાં આવ્યું છે અને ગુજરાતમાંથી આ સર્ટિફિકેટ મેળવનારા હમીરસિંહ પરમાર પ્રથમ વ્યક્તિ બન્યા છે અને ઝાલાવાડના આેર્ગેનિક લીંબુ અને શાકભાજીની મહેંકે દિલ્હીમાં પણ ડંકો વગાડી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.