ત્યારે અચાનક બપોરના સમયે દેવજીભાઈ રાઠોડ કલેક્ટર કચેરીના પાછળના ભાગથી આવીને કમ્પાઉન્ડમાં આત્મવિલોપન કરવા જતા સ્થાનિક પોલીસ અને ફાયર કર્મચારી દ્વારા અટકાવવામા આવ્યા હતા, અને આત્મવિલોપન પ્રયાસ નિષ્ફળ બનાવયો હતો.
ત્યારે બાબતે DYSP એસ.જે પવારને પુછતા જણાવ્યું હતું કે, વાડલા ગામના ફરિયાદી દવેજીભાઈ જે ફરિયાદ આપી હતી તે અનુસંધાને પોલીસે તપાસ કરતા એવી હકીકત મળેલ કે વાડલા ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના ઈજનેરને મોકલી સરપંચના સહયોગથી તળાવ ઉડા કરવાની કામગીરી ચાલી રહી હતી.
જે દરમિયાન ફરિયાદી દેવજી રાઠોડે પોતે જઈને કામ અટકાવી દીધેલ અને આરોપીઓ દ્વારા ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી અને આરોપી વિરુદ્ધ કોઈ પુરતો પુરાવો ન હોવાથી અટક કરેલ ન હોવાથી અને હાલ વધુ તપાસ ચાલુ હોય તે દરમિયાન ફરિયાદને સંતોષ ન થવાથી તેઓ દ્વારા આત્મવિલોપન પ્રયાસ કરેલો પણ તે પ્રયાસ પોલીસ દ્રારા નિષ્ફળ કરી અટકાયતી પગલાં લઈને આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ હાલ ચાલી રહી છે.