સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લોએ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપરથી અનેકવાર દારૂની મોટી ખેપ મારતા ટ્રક, કન્ટેનર સહિત વિદેશી દારૂ અને બિયરના જથ્થા ઝડપાયા હોવાના બનાવો અનેકવાર બન્યા છે. અત્યારે આજે સવારના સમયે લખતર વિરમગામ હાઇવે ઉપર આવેલ ઓળક ગામ પાસે એક ઇકો કાર દારૂ ભરીને રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી
આ પણ વાંચોઃ DGP Vikas Sahay : ઇન્ચાર્જમાંથી ફૂલ ટાઈમ DGP થશે વિકાસ સહાય, ટૂંકસમયમાં થશે જાહેરાત
રસ્તા પર દારૂઃ રાજસ્થાનથી મોટી સંખ્યામાં દારૂના બોક્સ અને લીકર સ્ટોક લઈને આવતી ઈકો કાર સુરેન્દ્રનગરના લખતર પાસે પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે રસ્તા પર દારૂના બોક્સ જોવા મળ્યા હતા. આ વાતની જાણ પોલીસને થતા પોલીસ ટીમ યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી. આ સાથે કાયદેસરની કામગીરી કરવાનું ચાલું કરી દીધું હતું. ઈકો કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી પલટી મારી જતા કારમાં રહેલ વિદેશી દારૂ અને બિયરની બોટલોની રોડ ઉપર રેલમેલ જોવા મળી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
લૂંટ મચાવીઃ બીયર તેમજ દારૂની બોટલોની લોકોએ લૂંટફાટ મચાવી હતી. જ્યારે લખતર પોલીસને ઘટના સ્થળની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ઇજાગસ્ત કારમાં સવાર બે લોકોને 108 મારફતે સારવાર અર્થે લખતર અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે લખતર વિરમગામ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસે ટ્રાફિક હળવો કર્યોઃ જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી અને સમગ્ર મામલે પોલીસે કબજો મેળવી અને પુનઃ ટ્રાફિક શરૂ કરાવ્યો હતો. રાજસ્થાનથી ગુજરાત સુધી દારૂની ખેપ મારવામાં આવી રહી હતી. રસ્તામાં ચેકપોસ્ટ હોવા છતાં સુરેન્દ્રનગર સુધી દારૂ ભરેલી ઇકો કાર પહોંચતા તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સુરેન્દ્રનગર સુધી રાજસ્થાનથી દારૂ પહોંચાડવામાં આવી રહ્યો હતો. આ દારૂ ક્યાંથી આવ્યો હતો. કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં લેવાશે ખાતાકીય પરીક્ષા
ટીમ પણ મળ્યાઃ લખતર-વિરમગામ હાઇવે ઉપર આ અકસ્માત થયો છે. રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ દારૂની હેરાફેરી કરતી ઇકો કારનો અકસ્માત થતા ફરી એકવખત દારૂની હેરાફેરી પકડાઈ ગઈ છે. ઓળક નજીક ઇકો કારનો અકસ્માત થતા દારૂની બોટલો અને બિયરના ટીન રસ્તા પડ્યા હતા. રોડ ઉપર દારૂની બોટલો અને બિયરના ટીન લેવા માટે લોકોના ટોળા વળતા લેવામાટે પડાપડી બોલી હતી. કારના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લખતર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં કરાયો રીફર