જિલ્લાના વઢવાણમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, કચરાના ઢગ અને ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જેને કારણે શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધો સહિતના લોકો પરેશાન થઈ ગયા હતા. શહેરમાં તંત્ર સાફસફાઈમાં ઉણું ઉતરતા સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું થઈ ગયું હતું. સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાંન્ટ ફાળવવામાં આવતી હોવા છતા સ્વચ્છતાના નામે મીંડુ છે.
આ અંગે શહેરીજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. દેવાળાવાડ અને ધોળીપોળ વિસ્તારમાં રસ્તા પર રહેલા કચરાના ઢગના કારણે રોગચાળો ન થાય તે માટે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.