મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. જેમાં મહાકાલેશ્વરનો શણગાર, બરફનું શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગનો શણગાર કરવામાં આવે છે. શિવલિંગને દૂધ અને પાણીનો રુદ્રાભિષેક પણ ભકતો દ્વારા કરવામાં આવે છે.
મંદિરની અંદર શિવ ભક્તો દ્વારા મહિમનના પાઠ, શિવ સ્તુતિ પણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. બ્રાહ્મણો દ્વારા મંદિરમાં શાંતિપાઠ, મહાદેવના જપ પણ કરવામાં આવે છે. મંદિર દ્વારા અમાસના દિવસે શહેરમાં નગર યાત્રા પણ નીકળે છે અને ત્યાર બાદ ભંડારો પણ રાખવામાં આવે છે. આમ આખા શ્રાવણ મહિનામાં શિવ ભકતો આ મંદિરે ઉમટે છે.