પાટડી ગામમાં અનુસુચિત જાતિ વિસ્તારની વિઝીટ કરી અનુસુચિત જાતિ વિસ્તારના કોઇ પ્રશ્નો હોય તો રજૂઆત કરવા આગેવાનો સાથે ચર્ચા કરવામા આવી હતી. પાટડી વર્ણીધામ ખાતે પણ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં હતું. આ કોન્ફરન્સમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લામાં બનતા વિવિધ પ્રકારના ગુનોઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુનાઓને કેવી રીતે અટકાવવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અગલ અગલ ટીમો બનાવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સ યોજીને લોકો સાથે સીધો કરવામાં આવ્યો હતો.