સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન 2020નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલીક નજીકના કન્ટ્રોલ રૂમ અથવા પક્ષી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સ્વંય સેવકોની ટીમ બનાવવામાં આવી છે.
આ કરૂણા અભિયાનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયાએ હાજરી આપી હતી અને લોકોને સાવચેતી રાખીને પતંગ ઉડાડવા અપીલ કરી હતી. ઉપરાંત સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ વધુ ઉડતા હોય ત્યારે પતંગ નહીં ઉડાડવા અપીલ કરી હતી. આ સેવા કાર્યમાં અનેક યુવાનો પણ જોડાયા હતા. આ કામગીરીમાં વનવિભાગ કર્મચારી અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારથી જ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.