ખેડૂતો સાથે પાક વીમા બાબતમાં ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. જ્યારે આવા ઘણા અન્યાયથી કંટાળીને ઝાલાવાડના ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે. જયારે સુરેન્દ્રનગરના હાલના ધારાસભ્યએ આપેલા વચનો પણ પૂર્ણ નથી કર્યા. આ સાથે પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, કે એસ.ટી .ડેપો નથી. કાયદો વ્યવસ્થા પણ બરાબર નથી. કોગ્રેસને વોટ નહીં આપો તો ચુલારાજ આવશે જો આ વખતે ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી જીત્યા તો પછી ચૂંટણી જ નહીં આવે તેવા ચાબખા ભર્યા હતા.
આ સાથે જ કોંગ્રેસને મત આપવા માટે આવાહન કર્યું હતું અને જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ઝાલાવાડના ઘણા પ્રશ્નો પૂર્ણ કરશે. આ કાર્યક્રમમાં કયાંય પાસની ટોપીવાળા કોઈ કાર્યકર્તા દેખાયા ન હતા. કયાંક ને ક્યાંક પાસની નારાજગી સભામાં દેખાતી હતી અને સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.આ કાર્યક્રમમાં સોમાભાઇ પટેલ, લાખાભાઈ ભરવાડ (વિરમગામના ધારાસભ્ય), તથા કોંગ્રેસના હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.