- સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના આગેવાનો અને શહેરીજનોની રજૂઆત
- ભોગાવો નદીમાં પ્રદૂષણ બાબતે એ ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી
- પાલિકા ચીફ ઓફિસર સહિત સત્તાધીશો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની કરી માગ
- આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગરઃ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, પાલિકા દ્વારા મૂળચંદ રોડ પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા એસટીપી પ્લાન્ટમાંથી પણ દૂષિત પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવે છે. લેખિતમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર સહિત સતાધીશો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની કરી માગ કરી છે. આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ચારી હતી.