- લીંબડીમાં યોજાઈ જન આશીર્વાદ યાત્રા
- રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી હાજરી આપી
- આ યાત્રા થકી સાધુસંતો તેમજ લોકોના આશીર્વાદ લેવાના છેઃ રુપાણી
સુરેન્દ્રનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સંસદ સભ્યોની પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય ડો.મહેન્દ્ર મુંજપરાને કેન્દ્રીયપ્રધાન તરીકે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે પ્રધાન બન્યાં બાદ લોકોના આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા લીંબડી મુકામે આવી હતી.
કેન્દ્ર સરકાર લોકોના હિત માટેના કાર્ય કરી રહી છેઃ રુપાણી
યાત્રામાં ભાગ લેતાં સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે 'આ યાત્રા થકી સાધુસંતો તેમજ લોકોના આશીર્વાદ લેવાના છે.આ સરકાર લોકોના મતથી ચૂંટાયેલ સરકાર છે. આગામી દિવસોમાં વધુ સારી રીતે કામ કરી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના આઠ સંસદ સભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકાર લોકોના હિત માટેના કાર્ય કરી રહી છે. સાથે દેશના હિત માટેના નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. જેમાં કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવી, ખેડૂતો માટેના નિર્ણય તેમજ દેશ વિશ્વની અંદર આગળ કે રીતે આવે તે માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. ત્યારે હાલમાં જે પ્રધાનોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તે લોકો પણ લોકોની સેવા કરવા માટે કાર્ય કરશે તેવો મને વિશ્વાસ છે.'
તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્યની પ્રધાનમંડળમાં પસંદગી થઈ તે માટે અભિનંદન પણ આપ્યાં હતાં. કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન કુંવરજી બાવળિયા, જિલ્લાના ધારાસભ્યો, તેમજ સાધુસંતો સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ 16 ઓગસ્ટથી ભાજપ જન આશીર્વાદ યાત્રાની કરશે શરૂઆત
આ પણ વાંચોઃ ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે અમિત ચાવડાના પ્રહાર - "સરકાર લાજવાના બદલે ગાજે છે"