ETV Bharat / state

સુરેન્દ્રનગર : પાટડીમાં તંત્ર દ્વારા સુરક્ષા સેતુ હેઠળ લગાવેલા CCTV કેમેરા બંધ - Patdi Municipality

સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ અને નગરપાલિકાના સહયોગથી લાખોના ખર્ચે પાટડી બજારમાં તેમજ જાહેર સ્થળો પર સુરક્ષા સેતુ હેઠળ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ પાટડીના બેદરકાર અને આળસુ તંત્ર દ્વારા જાળવણી કરવામાં ન આવતા હાલ તમામ CCTV કેમેરા બંધ હાલતમાં છે.

સુરેન્દ્રનગરના પાટડીમાં તંત્ર દ્વારા સુરક્ષા સેતુ હેઠળ લગાવેલા CCTV કેમેરા બંધ

author img

By

Published : Nov 22, 2020, 11:51 PM IST

  • પાટડીમાં તંત્ર દ્વારા લગાવેલા CCTV કેમેરા બંધ હાલતમાં
  • તંત્ર દ્વારા જાળવણી કરવામાં ન આવતા CCTV કેમેરા બંધ
  • કેમરા ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરાશે
    સુરેન્દ્રનગરના પાટડીમાં તંત્ર દ્વારા સુરક્ષા સેતુ હેઠળ લગાવેલા CCTV કેમેરા બંધ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીમાં ચોરીના બનાવો કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે CCTV કેમેરા વર્ષ-2014-15માં પોલીસ અને નગરપાલિકાના સહયોગથી લાખોના ખર્ચે પાટડી બજારમાં તેમજ જાહેર સ્થળ પર લગાવવામાં આવ્યા હતા, પરંતુ પાટડીના બેદરકાર અને આળસુ તંત્ર દ્વારા જાળવણી કરવામાં ન આવતા હાલ આ તમામ CCTV કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.

શોભાના ગઠિયા સમાન પાટડીના CCTV કેમેરા

દુકાનદારો CCTV કેમેરા ન લગાવે તો તંત્ર ફટકારે છે દંડ

આ બાબતે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ દુકાનદાર દ્વારા CCTV કેમરા ન લગાવવા આવે તો તંત્ર દ્વારા જે તે વેપારીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા લગાવેલા CCTVની સંભાળ રાખવામાં નથી આવી અને તમામ CCTV કેમેરા બંધ જોવા મળે છે. તો તંત્રને દંડ કોણ કરશે? ધારાસભ્ય નૌસાદ સોલંકીએ પાટડી પાલીકા તંત્રને વખોડતા જણાવ્યુ હતુ કે, પાટડી તાલુકાનુ હબ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેથી કેમરા ચાલુ કરવા તંત્ર તજવીજ હાથ ધરે. જો આ CCTV કેમરા ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.