રવિવારે બંને ભાઈ-બહેન બપોરના સમયે બંધ મકાનમાં રમવા ગયા હતા. તે દરમિયાન રમત રમતા બંને ભાઈ-બહેન પાણીની ટાંકીમાં પડી જતી ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ત્યારબાદ તેમના દાદા-દાદીએ 2 કલાકથી છોકરી ઘરે પરત ન ફરતા તપાસ શરૂ કરી હતી.
ત્યારબાદ બાજુમાં આવેલા બંધ મકાનમાં પાણીની ટાંકીમાંથી બંને બાળકોની લાશ મળી હતી. પોલીસ તેમજ 108ને જાણ કરતા 108 ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બંને બાળકોના મૃતદેહોને ગાંધી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.