વાવડી ગામે ફલ્કુ નદીમા જે કુદરતી બનાવ બન્યો હતો. જેમા વહેલી સવારે 7 લોકો તણાય હતા. તેમાથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે હજુ પણ એક યુવક લાપતા હોવાને કારણે વાવડી ગામના ભાજપ તાલુકા પ્રમુખ ઘનશ્યામ ભાઇ, વાવડી ઉપ સરપંચ ગોપાલભાઇ મુંલાડીયા, પંચાયત સભ્ય કિરીટ ધામેચા, રુદપાલસિહ અને ગામજનો ભારે જહેમત કરી યુવકની શોધખોળ કરી રહ્યા છે. NDRFની ટીમ સાથે ગ્રામજનો મહેનત કરી રહ્યા છે. સ્થાનિક તરવયાની મદદ થી મૃતદેહ શોધવામાં આવ્યા હતા.
- આર્મી દ્વારા બચાવવામાં આવેલા લોકોની યાદી
- રયાબેન સદાજી ઢાકોર વાલપુરા કાકરેજ બનાસકાંઠા
- મહેશ ગોવિદભાઈ ક્લોત્રા રબારી
- યસભાઈ કે. ક્લોતા રબારી
- મળી આવેલા 6 લોકોના મૃતદેહના નામ
- સદાજી માલજી ઢાકોર વાલપુરા (કાંકરેજ બનાસકાંઠા)
- ગંભીરજી લાલજી ઢાકોર (મોટા જોરાવર પુરા સમી)
- જોશનબેન ગંભીરજી ઢાકોર (મોટા જોરવરપુરા સમી પાટણ)
- પુનાબેન ગંભીરજી મોટા (જોરાવરપુરા સમી)
- વિજય રવજી ભાઈ ધાધર રબારી
- અવકાશ મેલભાઈ રબારી