- સુરેન્દ્રનગરમાં પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
- વઢવાણ મામલતદાર ઓફિસે કરાઈ મત ગણતરી
- ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 5 ઓક્ટોબરે મત ગણતરી કરાઈ
સુરેન્દ્રનગર: જિલ્લાની સુરેન્દ્રનગર- વઢવાણ નગરપાલિકાની વોર્ડ નંબર છ અને લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર પાંચની યોજાયેલી ચૂંટણીની આજે મત ગણતરી થઈ હતી. જેમાં બન્ને સિટ ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. વઢવાણ મામલતદાર ઓફિસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 5 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાની વોર્ડ નંબર છ માહિતી
- ભાજપના ઉમેદવાર પરેશ મહાદેવભાઈ કડીવાળને મળ્યા 2262 મત
- કોંગ્રેસના ઉમેદવાર છેલાભાઈ મોતીભાઈ મકવાણાને મળ્યા 606 મત
- આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજન પટેલને મળ્યા 1755 મત
- બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મહેશ દુલેરાને મળ્યા 402 મત
- નોટાને મળ્યા 126 મત
આમ સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાની વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં 507 મતે ભાજપના ઉમેદવાર પરેશ મહાદેવ ભાઈ કડીવાળ વિજયી થયા હતા, જ્યારે લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર પાંચની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર દર્શન ડાયાભાઈ ખાંદલા 607 મતથી વિજેતા થયા હતા. આ બન્ને ઉમેદવારો વિજયી થતા તેમણે મતદારોનો તેમજ પાર્ટીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પક્ષ | મત |
ભાજપ | 1049 |
આપ | 442 |
કોંગ્રેસ | 355 |
BSP | 30 |
અપક્ષ | 25 |
નોટા | 50 |
આ પણ વાંચો: ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે
આ પણ વાંચો: રાજ્યમાં યોજાયેલી ચૂંટણી મતગણતરીમાં કઈ નગરપાલિકામાં કોને જીત મળી, જૂઓ સમગ્ર અહેવાલ