ધ્રાંગધ્રા, ચોટીલા, સાયલા,ચુડા,વઢવાણ, મત વિસ્તારના લોકોએ જે મતદાન કર્યું હતું. તેની મતગણતરી થઈ હતી. જેમાં બંને ભાજપ પ્રેરિત વર્તમાન ચેરમેન બાબાલાલ સભાડની પેનલ વિજય થયો હતો. જેમાં વઢવાણ સીટ 37 મત ,ધ્રાંગધ્રા સીટ 40, ચૂડાસીટ 23, ચોટીલા સીટ 44 સાયલા સીટ 74 મતો મળતા વિજેતા થયા હતા. 5 સીટો પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો.
વઢવાણ બેઠક પર રીકાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમજ સાયલા બેઠક પર 1 મતથી જીત થઈ હતી. મતગણતરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વઢવાણ પ્રાંત અધિકારી વી.પી.પટ્ટણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. તેમજ બી ડીવીઝન, સુરેન્દ્રનગર ,વઢવાણ,અને એસ.ઓ.જી પોલીસ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
(1) વઢવાણના છગનભાઈ બુટાંભાઈ મુંઘવાને કુલ 67 મત થી 37 મત મળ્યા
(2) ધ્રાંગધ્રા છેલાભાઇ સુખભાઈ ભરવાડ ને કુલ મત 75માંથી 40 મત મળ્યા
(3) ચુડા નરેશભાઈ જગમાલભાઈ મારું કુલ 34માંથી 23 મત મળ્યા
(4) ચોટીલા અલ્પેશભાઈ ભગવાનભાઈ સાંબડને કુલ 99 માંથી 74 મત મળ્યા
(5) સાયલા ગભરુંભાઈ માલસુખભાઈ હણને કુલ 87 માંથી 44 મત મળ્યા