ETV Bharat / state

સ્મૃતિ ઈરાનીના દત્તક ગામની વરવી વાસ્તવિકતા, વિકાસ થયો પણ સરકારી ચોપડે - magrol

આણંદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલ આદર્શ ગ્રામ યોજનામાં દરેક સાંસદે એક ગામ દત્તક લઇ અને તેના વિકાસ માટે આગળ આવવાનું જાહેર કર્યું હતું. 2014માં લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં જનાર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આણંદ જિલ્લાનું મઘરોલ ગામ દત્તક લીધું હતું. જેમાં વિકાસના અનેક કામોનો પ્રારંભ થયો હતો, પણ હવે તે પૂર્ણ ક્યારે થશે તેની ગ્રામવાસીઓ રાહ જોઈ રહ્યા છે. જે વિકાસના કામો માટે એજન્સીઓ કામે લાગી હતી. તેમણે કરેલા વ્યાપક ભ્રષ્ટાચારના મામલામાં ગ્રામજનો દ્વારા હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં આણંદ કલેક્ટરને હાઈકોર્ટનું તેડું આવ્યું છે.

pm
author img

By

Published : Mar 16, 2019, 8:04 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે મોડેલ વિલેજ યોજના અંતર્ગત વડાપ્રધાન સહિત સાંસદો દ્વારા દેશના વિવિધ વિસ્તારના ગામડાઓને દત્તક લઇ સુવિધાસભર અને આધુનિક બનાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત વર્ષ 2015-16માં સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા આણંદ જિલ્લાના મઘરોલ ગામને દત્તક લઈ તેના વિકાસ માટે કાર્યો કરવામાં આવ્યાં. ગામમાં નવી પંચાયત, કોમ્યુનિટી હોલ બ્લોક પેવર, તળાવ બ્યુટીફિકેશન, સ્કીલ સેન્ટર તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટેબલેટ આપવાની સ્મૃતિ ઇરાની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

જૂઓ વીડિયો

સમગ્ર ગામને ડિજિટલ વિલેજ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં. લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરી અમુક કામ જ પુરા કરવામાં આવ્યા, પરંતુ પૂર્ણ થયેલ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટના જિલ્લા કલેક્ટરના ધ્યાને દોરવામાં આવી. તપાસમાં સાડા ચાર કરોડ જેટલો અંદાજિત ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે.

ગામમાં રસ્તાની વ્યવસ્થા નથી, ત્યાં સરકારી ચોપડે રસ્તા થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર, બ્લોક પિયરના કામ અને તળાવ બ્યુટીફિકેશન જેવા તમામ કાર્યોમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા હલકી હોવાનું સામે આવ્યું છે. જે શારદા મંદિર દ્વારા કોઇ એજન્સીને કામ આપ્યું હોવાનું જાણ થતાં રિકવરીના ઓર્ડર પણ કોર્ટમાંથી થયો છે, તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ તંત્ર તપાસમાં કચાસ દાખવતું હોય તેમ લાગતા એક જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી, જેમાં રિકવરીના હુકમ અને ત્યારબાદની કાર્યવાહી પર વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે

શાળામાં બાળકોને ટેબલેટથી શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી એક પણ વિદ્યાર્થીને ટેબલેટના દર્શન પણ થયા નથી. બીજી તરફ અધિકારીઓ નાના-મોટા બહાના કાઢી અને વાતમાંથી છટકતા નજરે પડ્યા હતા, ત્યારે બાળકોના હક્કની થયેલી જાહેરાતો ડિજિટલ એજ્યુકેશનના ફક્ત સપના બતાવી ભૂલકાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.ડિજિટલ વિલેજ કરવામાં આવેલ વાઇ-ફાઇની સુવિધા ફક્ત એક જ વર્ષમાં પુરી થઈ ગઈ.

આમ, મોદી સરકારના નેતાઓએ ગામ તો દત્તક લીધા પણ આજ દિન સુધી ગામમાં વિકાસ થયો નથી. ગામલોકો આજે પણ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે. સરકારે મોટાં-મોટાં દાવા તો કર્યાં પણ આ દાવાઓ વચ્ચે લોકો માત્ર પીસાતા ગયાં. સરકારી બાબુ માત્ર ચૂંટણી સમયે જ લોકોના દુઃખ-દર્દ સાંભળવા પહોંચી જતાં હોય છે. હવે લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યાં પાંચ વર્ષની સત્તા ભોગવી લોકો પાસે મત મેળવવા નીકળશે.

Intro:Body:

સ્મૃતિ ઈરાનીના દત્તક ગામની વરવી વાસ્તવિકતા, વિકાસ થયો પણ સરકારી ચોપડે 

આણંદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલ આદર્શ ગ્રામ યોજનામાં દરેક સાંસદે એક ગામ દત્તક લઇ અને તેના વિકાસ માટે આગળ આવવાનું જાહેર કર્યું હતું. 2014માં લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં જનાર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આણંદ જિલ્લાનું મઘરોલ ગામ દત્તક લીધું હતું. જેમાં વિકાસના અનેક કામોનો પ્રારંભ થયો હતો, પણ હવે તે પૂર્ણ ક્યારે થશે તેની ગ્રામવાસીઓ રાહ જોઈ રહ્યા છે. જે વિકાસના કામો માટે એજન્સીઓ કામે લાગી હતી. તેમણે કરેલા વ્યાપક ભ્રષ્ટાચારના મામલામાં ગ્રામજનો દ્વારા હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં આણંદ કલેક્ટરને હાઈકોર્ટનું તેડું આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે મોડેલ વિલેજ યોજના અંતર્ગત વડાપ્રધાન સહિત સાંસદો દ્વારા દેશના વિવિધ વિસ્તારના ગામડાઓને દત્તક લઇ સુવિધાસભર અને આધુનિક બનાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત વર્ષ 2015-16માં સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા આણંદ જિલ્લાના મઘરોલ ગામને દત્તક લઈ તેના વિકાસ માટે કાર્યો કરવામાં આવ્યાં. ગામમાં નવી પંચાયત, કોમ્યુનિટી હોલ બ્લોક પેવર, તળાવ બ્યુટીફિકેશન, સ્કીલ સેન્ટર તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટેબલેટ આપવાની સ્મૃતિ ઇરાની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

સમગ્ર ગામને ડિજિટલ વિલેજ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં. લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરી અમુક કામ જ પુરા કરવામાં આવ્યા, પરંતુ પૂર્ણ થયેલ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટના જિલ્લા કલેક્ટરના ધ્યાને દોરવામાં આવી. તપાસમાં સાડા ચાર કરોડ જેટલો અંદાજિત ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે. 

ગામમાં રસ્તાની વ્યવસ્થા નથી, ત્યાં સરકારી ચોપડે રસ્તા થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર, બ્લોક પિયરના કામ અને તળાવ બ્યુટીફિકેશન જેવા તમામ કાર્યોમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા હલકી હોવાનું સામે આવ્યું છે. જે શારદા મંદિર દ્વારા કોઇ એજન્સીને કામ આપ્યું હોવાનું જાણ થતાં રિકવરીના ઓર્ડર પણ કોર્ટમાંથી થયો છે, તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ તંત્ર તપાસમાં કચાસ દાખવતું હોય તેમ લાગતા એક જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી, જેમાં રિકવરીના હુકમ અને ત્યારબાદની કાર્યવાહી પર વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે

શાળામાં બાળકોને ટેબલેટથી શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી એક પણ વિદ્યાર્થીને ટેબલેટના દર્શન પણ થયા નથી. બીજી તરફ અધિકારીઓ નાના-મોટા બહાના કાઢી અને વાતમાંથી છટકતા નજરે પડ્યા હતા, ત્યારે બાળકોના હક્કની થયેલી જાહેરાતો ડિજિટલ એજ્યુકેશનના ફક્ત સપના બતાવી ભૂલકાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. 

ડિજિટલ વિલેજ કરવામાં આવેલ વાઇ-ફાઇની સુવિધા ફક્ત એક જ વર્ષમાં પુરી થઈ ગઈ. 

આમ, મોદી સરકારના નેતાઓએ ગામ તો દત્તક લીધા પણ આજ દિન સુધી ગામમાં વિકાસ થયો નથી. ગામલોકો આજે પણ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે.  સરકારે મોટાં-મોટાં દાવા તો કર્યાં પણ આ દાવાઓ વચ્ચે લોકો માત્ર પીસાતા ગયાં. સરકારી બાબુ માત્ર ચૂંટણી સમયે જ લોકોના દુઃખ-દર્દ સાંભળવા પહોંચી જતાં હોય છે. હવે લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યાં પાંચ વર્ષની સત્તા ભોગવી લોકો પાસે મત મેળવવા નીકળશે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.