ETV Bharat / state

ત્રણ વર્ષના બાળક માટે આર્મી જવાન બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ - Child bore in Dhrangadhra

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં માસુમ બાળક 300 ફુટથી વધુ ઉડાં બોરમાં (Bore Child Fell In Dudapur) ખાબકતા ચકચાર મચી ઉઠી હતી. બાળકને બચાવવા ગામ લોકો સહિત માતા - પિતાએ પણ કામગીરી હાથ ધરી હતી. પરંતુ અંતે આર્મીના જવાનોએ દિલધડક (Child bore in Dhrangadhra) ગામલોકોએ બિરદાવ્યા હતા.

ત્રણ વર્ષના બાળક માટે આર્મી જવાન બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ

author img

By

Published : Jun 8, 2022, 10:21 AM IST

Updated : Jun 8, 2022, 1:33 PM IST

સુરેન્દ્રનગર: દેશની સરહદ પર જ નહીં આર્મી જવાન જ્યાં પણ હોય ત્યાં દરેક જગ્યાએ પોતાની ફરજ પરથી ક્યારેય પાછા પડતા નથી. તેનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં. અહીં ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલા વાડીની અંદર બોરમાં બાળક (Bore Child Fell In Dudapur) ખાબકવાની ઘટના બની હતી. બાળક બોરમાં પડ્યા બાદ અંદાજે સાડા ત્રણ કલાક બાદ ધ્રાંગધ્રા આર્મી જવાનોની ટીમ (Dhrangadhra Army Officer) દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવતા બાળકના માતા પિતા સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ત્રણ વર્ષના બાળક માટે આર્મી જવાન બન્યા દેવદૂત

શું હતો મામલો - ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બે થી અઢી વર્ષનું શિવમ નામનો બાળક રમતા રમતા અંદાજે 300 ફુટથી વધુ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના બની હતી. બાળક શિવમના માતા રસોઈ બનાવી રહ્યા હતા, જ્યારે પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાળક રમતા રમતા ખુલ્લા બોર (Child bore in Dhrangadhra) નજીક આવતા બોરમાં પડી ગયું હતુ.

બાળક બચાવવા માતા-પિતાનો પ્રયાસ નિષ્ફળ - બાળકના પડવાનો અવાજ આવતા સૌ પ્રથમ તેની માતા દોડી આવી હતી. શિવમના પિતાને બોલાવી શિવમને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ, શિવમ અંદાજે 20 ફૂટ જેટલે નીચે બોરમાં ફસાઈ (Child Bore in Surendranagar) ગયો હતો. માતાપિતાનો બાળક પ્રત્યે પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેથી વાડી માલિક અને ગામલોકોને જાણ કરતા સ્થાનિકોએ ઘટનાની જાણ તંત્ર કરી હતી.

આ પણ વાંચો : છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં

તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યું - આ બનાવને લઈને તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતા. તંત્ર દ્વારા ધ્રાંગધ્રા આર્મીની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને લગભગ 40 મિનિટમાં આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠામાં બોર ઓપરેટર્સનો પગાર શરૂ કરવા માગ

લોકોએ આર્મીના જવાનો બિરદાવ્યા - પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. બાળક શિવમ અંદાજે 7 વાગ્યા આસપાસ બોરમાં પડી ગયો હતો અને લગભગ 10.30 વાગ્યા સુધીમાં આર્મીના જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બાળકને બચાવી લેતાં દુદાપુર ગામ સહિત સમગ્ર પંથકના લોકોએ આર્મીના જવાનોની કામગીરીને બિરદાવી હતી.

Last Updated : Jun 8, 2022, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.