ETV Bharat / state

સાયલા તાલુકાના ખેડૂતો સાથે 3 કરોડની છેતરપીંડી કરનારા આરોપી ઝડપાયા - ધરતીના તાત ખેડૂતો

ધરતીના તાત ખેડૂતો સાથે સાયલા ગામે પેઢી ખોલી જુદાજુદા ખેડૂતોનો કપાસ ખરીદી પેઢીનુ ઉઠમણું કરી ખેડૂતોના રૂપિયા 3 કરોડનું કૌભાંડ આચરી પિતા અને તેના બન્ને પુત્રો ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે. જ્યારે LCB ટીમે આરોપીઓના મકાનને કોર્ડન કરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતા અને આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત આપી હતી.

સાયલા તાલુકાના ખેડૂતો સાથે ત્રણ કરોડની છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયા

author img

By

Published : Jun 10, 2020, 10:12 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કપાસનું ઉત્પાદન મોટા પાયે થયું છે, પરંતુ ખેડૂતો કપાસ વેચવા જાય તો વેપારીઓ ખેડૂતો પાસેથી નિચા ભાવે કપાસ ખરીદી લે છે. ખેડૂતો પોતાના કુટુંબ સહિત રાત દિવસ કાળી મજૂરી કરી અને મોધા બિયારણો દવાઓના ખર્ચ કરી અને જુદાજુદા પાકો લેતા હોઇ છે .સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલનો લાભ લઇ અને પોતે પગભર થવા મથતા હોઇ છે, પરંતુ ખેડૂતોને ધુતવા માટે બહુરૂપીયા પણ યેન કેન પ્રકારે જાળ બીછાવતા હોઇ છે, ત્યારે આવો જ એક બનાવ સાયલા તાલુકાના ખેડૂતો સાથે બન્યો છે.

સાયલા તાલુકાના ખેડૂતો સાથે ત્રણ કરોડની છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયા

સાયલા તાલુકાના વાટાવચ્છ ગામે આરોપીઓ બાપ દિકરાઓએ સીતારામ ટ્રેડસ અને સંમય એન્ટરપ્રાઇઝ નામથી પેઢી ખોલી ખેડૂતોનો વિશ્વાસ કેળવી અને પોતે વેપારી છે તેવો ડોળ કરી કપાસ ખરીદી ચાલુ કરી હતી અને આજુબાજુના જુદા-જુદા ગામોના ખેડૂતોનો કપાસ ખરીદી કરતા હતા અને રૂપિયા બાકી રાખતા હતા. આમ આ ત્રણેય બાપ દિકરી આરોપીઓએ ખેડૂતો પાસેથી 1,50,000 મણ જેટલો કપાસ આશરે રૂપિયા 3 કરોડ જેટલા કપાસની ખરીદી કરી હતી. તેમજ સાયલા ખાતે આવેલા પેટ્રોલ પંપ પરથી અલગ-અલગ ગાડીઓમાં રૂપિયા 13.58 લાખનું ડીઝલ ઉધાર પૂરાવ્યું હતું. આમ એકંદરે ખેડૂતો અને પેટ્રોલ પંપ સાથે ફ્રોડ કરી બન્ને પેઢીઓને તાળા મારી ઉઠમણું કરી આરોપીઓ બાપ દિકરાઓ પરિવાર સાથે ભાગી છૂટ્યા હતા અને ખેડૂતોને ખબર પડી, ત્યારે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.

જેની ફરિયાદ અલગ-અલગ ખેડૂતો અને પેટ્રોલ પંપ માલીકે સાયલા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેથી સુરેન્દ્રનગર SPએ આ ગુનાની ગંભીરતા લેતા તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોપી હતી, ત્યારે પોલીસે તપાસ કરતા આરોપીઓ ધરતીના તાત ખેડૂતો સાથે રૂપિયા 3 કરોડનુ ફ્રોડ કરી અને રાજ્ય બાહાર નાસી ગયા હોવાની વિગત મળી હતી. તેમજ આરોપીઓ મોબાઇલ ન વાપરતા હોવાથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ધરતી પુત્રોને ન્યાય મળે તે માટે આકાશ પાતાળ એક કરી અને આરોપીઓ લોકડાઉન દરમિયાન રૂપિયા ખુટતા સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં તેઓના મકાને આવવાના હોવાની બાતમીદારોની બાતમીથી તપાસ કરી આરોપીઓ રતનપર આવતા LCB ટીમે આરોપીઓના મકાનને કોર્ડન કરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓ એ કબૂલાત આપી હતી.

તેઓ પંદર વર્ષથી કપાસ લેવાનો ધંધો કરતા હતા અને તેઓને ધંધામાં દેણુ થતા તેઓ ખેડૂતોની રૂપિયા ત્રણ કરોડનુ કપાસ ખરીદી રૂપિયા ન આપી અને ફ્રોડ કરી અને રાતના સંમયે નાશી જઇ અને અમદાવાદથી પ્લેનમાં દિલ્લી અને ત્યાથી હરિયાણાના પાણીપત ખાતે આવી અને રહેતા હતા. આમ આરોપીઓએ પણ કબૂલાત આપી હતી કે, લોકડાઉનમાં રૂપિયા ખુટતા અને ખાવાના પણ પાણીપતમાં સાસા પડતા સુરેન્દ્રનગર રતનપર આવ્યા હતા અને પોલીસના હાથે ચડી ગયા હતા, પરંતુ હાલ સાયલા તાલુકાના અલગ અલગ ખેડૂતોના કપાસ ખરીદી અને રૂપીયા ત્રણ કરોડ જેટલી રકમ લઇ અને નાશી જનાર પિતા પુત્રો આરોપીઓ પાસેથી પોલીસ ખેડૂતોને રકમ કયારે અપાવે છે. ખેડૂતોને કયારે ન્યાય મળે છે, તેમજ આરોપીઓને ન્યાય તંત્ર શુ સજા આપે છે તે જોવું રહ્યુ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.