- સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રેસ સંબોધી
- જિલ્લામાં ચૂંટણી સબંધિત 70,000 જેટલા ફોર્મ ભરાયા
- જેમાં 18 થી 20 હજાર જેટલા નવા મતદારો નોંધાયા
સુરેન્દ્રનગરઃ જિલ્લા કલક્ટરે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રેસ સંબોધી હતી. મતદારોના મોબાઇલથી જ સરકાર દ્વારા ઈ-એપિક મોબાઈલ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.
મતદારો માટે ઈ-એપિક સુવિધા ઉપલબ્ધ
સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કે.રાજેશ દ્વારા પ્રેસ સંબોધી માહિતી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર અઠવાડિયામાં ચૂંટણી સબંધિત 70,000 જેટલા ફોર્મ ભરાયા હતા. તેમાં સુધારો કરાવવા, નામ કમી કરાવવા, નવા નામ નોંધાવાનો સમાવેશ થાય છે. જેમાં 18 થી 20 હજાર જેટલા નવા મતદારો નોંધાયા હતા. તેમજ મતદારો માટે ઈ-એપિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.