સુરેન્દ્રનગર : મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. આ વાતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશને થતા તેમના માર્ગદર્શન હેઠળ આ બાળકને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ કાર્યરત થઈ. કોરોનાની મહામારીની સાથે પરિવારથી વિખુટો પડી ગયેલો આ બાળક ગભરાયેલો હતો. તેને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યોએ હૂંફ અને સાંત્વના આપી, તેના પરિવારની વિગતો મેળવતા ખબર પડી કે, આ બાળકના પરિવારજનો તો છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના કોઈ નાના ગામમાં રહે છે. કોરોનાના કારણે તેમના પરિવારજનોથી તે વિખૂટો પડી ગયો અને પરિવારના લોકો તેમના વતન જતા રહ્યાં છે. જયારે તે એકલો અહીંયા રહી ગયો છે.
પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતિય બાળકનું પરિવાર સાથે થશે પુનઃ મિલન - Surendranagar District Collector K. Rajesh
આજથી દસેક દિવસ પહેલા મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. જે બાળકને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યું, અને સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત કરવામાં આવ્યો.