ETV Bharat / state

પ્રથમ નોરતે ચોટીલામાં મા ચામુંડાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે પ્રથમ નોરતાના દિવસે જ મોટી સંખ્યામાં ચોટીલામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારથી જ ભક્તોની લાંબી કતારો માતાજીના દર્શન માટે જોવા મળી રહી હતી. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડ માના મંદિર ખાતે ભક્તોની ભીડ એટલા મોટા પ્રમાણમાં હતી કે અહીં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી છે. રાજ્ય સરકાર દ્વારા પણ નવરાત્રિને લઈને શેરી ગરબા યોજવાની છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને આ વર્ષે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાને લઈને મોટા ભાગે મંદિરોમાં પણ ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ આજે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ચામુંડમાના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

Crowd of devotees at Chotila
Crowd of devotees at Chotila
author img

By

Published : Oct 7, 2021, 1:09 PM IST

  • પ્રથમ નોરતે ચોટીલમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
  • ચોટીલામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
  • નવરાત્રી દરમિયાન માતાજી દર્શનનું અનેરું મહત્વ

સુરેન્દ્રનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં આજે ભક્તો ચોટીલાના ડુંગર ઉપર જોવા મળ્યા હતા. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ ચામુંડમાના દર્શન માટે મંદિર ખુલ્લુ હોવાથી ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડુંગર ખાતે વહેલી સવારથી જ ભક્તો એટલે મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા કે અહીં પગ મૂકવાની પણ જગ્યા જોવા મળી નહોતી. નવરાત્રી દરમિયાન માતાજી દર્શનનું અનેરું મહત્વ હોય છે. એવામાં ચોટીલા ખાતે મોટી સંખ્યામાં ભક્તો અલગ-અલગ જગ્યાએથી ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

પ્રથમ નોરતે ચોટીલામાં મા ચામુંડાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

આ પણ વાંચો: આજથી નવલા નોરતાનો પ્રારંભ, જૂનાગઢમાં માઇ ભક્તોએ કર્યા વાઘેશ્વરી માતાના દર્શન

કોરોનાનાના કેસ કાબુમાં આવતા મંદિરોમાં ભીડ

હાલ રાજ્યમાં કોરોનાની બીજી લહેર કેસોમા અસંખ્ય ઘટાડો થયો છે. ધીમે ધીમે કોરોનાના કેસો કાબૂમાં પણ આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મંદિરો અને ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખુલ્લી રાખવાની છૂટછાટ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ચાલુ વર્ષે રાજ્યમાં શેરી ગરબાઓના આયોજન માટેની છૂટછાટ પણ આપવામાં આવી છે. આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થયો છે, ત્યારે પ્રથમ નોરતે જ મા ચામુંડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ચોટીલા ખાતે ઉમટી પડ્યા હતા અને પોતાના પરિવારજનો સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

આ પણ વાંચો: નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.