આ અંગે અસહ્ય તાપ અને નલકાંઠા વિસ્તારમાં આખો દિવસ અંદાજે 14 કલાક સુધી 44 કિલોમીટર ચાલ્યા બાદ પાણી નહીં મળતા ઘેટાના મૃત્યુ થયા હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. જ્યારે ડોક્ટરની પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ ન્યુમોનિયા હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છના માલધારી પરિવારો તારાપુર તાલુકામાં રહેતા હતા પણ ચોમાસું નજીક આવતા તેઓ ત્યાંથી કચ્છ તરફ પાછા ફરી રહ્યા હતા. વટામણ, અરણેજ બગોદરા વિસ્તારમાં પડાવ નાખ્યો હતો. પરંતુ અસહ્ય તડકામાં નળસરોવર વિસ્તારમાં ક્યાંય પાણી મળ્યું નહોતું. આખો દિવસ 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં ચાલ્યા બાદ મોડી રાત્રે રાણાગઢ આવીને ઘેટાંઓઓએ પાણી પીધું હતું. સવારે એક પછી એક 80 ઘેટના મોત નિપજયા હતા. આ બનાવ બાદ પશુચિકિત્સક ટીમે રાણાગઢ પહોંચી સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન 4 ઘેટાના મોત થયા હતા. જ્યારે 50 ઘેટાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.